રાજ્ય સરકાર ની ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ ભેટ: પ્રવર્તમાન વેતનમાં 30 % થયો વધારો

રાજ્ય સરકાર ની ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ ભેટ: પ્રવર્તમાન વેતનમાં 30 % થયો વધારો

  • Finance
  • October 18, 2023
  • No Comment

રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પગાર વધારો કરવાના નિર્ણયને મંજૂરી અપાઇ છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગાર વધારાની માગ કરી રહ્યા હતા. અંતે તેમની માગ સંતોષાય તેવું લાગી રહ્યુ છે. રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. સાંજ સુધીમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની બેઠકમાં રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ તમામના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના ફિક્સ પે વેતન ના 61650 કર્મચારીઓ પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પગાર વધારો કરવાના નિર્ણયને મંજૂરી અપાઇ છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગાર વધારાની માગ કરી રહ્યા હતા. અંતે તેમની માગ સંતોષાય તેવું લાગી રહ્યુ છે. રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.

છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યુ હતુ. આ આંદોલનો ઉગ્ર સ્વરુપ પણ ધારણ કરી રહ્યા હતા. જુદી જુદી રીતે તે પોતાની વાત પણ મુકી રહ્યા હતા.સરકાર દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે આનો અંત કેવી રીતે લાવવો. આ તમામની વચ્ચે આજે જ્યારે કેબિનેટની બેઠક મળી હતી, તેમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.

 

કર્મચારી અને તેના પરિવાર માટે ખુશીની લહેર લાવશે

ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેકફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

માસિક ફિક્સ પગાર 38,090થી વધીને 49,600 થશે

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 38,090થી વધીને 49,600 થશે. ઉપરાંત વર્ગ 3ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 31,340થી વધીને 40,800 થશે.

સરકારની તિજોરી પર વાર્ષિક 548 કરોડનું ભારણ વધશે

વર્ગ 3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 19,950થી વધીને 26,000 થશે. જ્યારે વર્ગ 4ના 1650, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર 16,224થી વધીને 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક 548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *