નિરાલી હોસ્પિટલ ખાતે એ એમ નાયક હસ્તે ગુજરાતનું પ્રથમ રોબોટિક હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ થયો

નિરાલી હોસ્પિટલ ખાતે એ એમ નાયક હસ્તે ગુજરાતનું પ્રથમ રોબોટિક હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ થયો

નવસારી ખાતે નિરાલી હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા સાથે અને CORI સિસ્ટમ ઊભી કરીને આ સેન્ટર જટિલ પ્રોસેસીસને સરળ બનાવીને તથા સર્જિકલ પ્રોસીજર્સને સ્ટ્રીમલાઇન કરીને ઓર્થોપેડિક્સમાં નોંધપાત્ર સુધારા લાવશે

નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન, દાનવીર અને પદ્મવિભૂષણથી સન્માનિત એ એમ નાયકે ગુજરાતમાં પ્રથમ રોબોટિક એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. જે ઓર્થોપેડિક કેરમાં એક મહત્વપૂર્ણ હરણફાળ આગામી સમય ભરશે. અત્યાધુનિક સેકન્ડ-જનરેશન CORI સિસ્ટમ સહિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નિરાલી હોસ્પિટલ જોઇન્ટ રિપ્લેસમેન્ટ પધ્ધતિમાં પરિવર્તન લાવવા અને દર્દીઓ માટેના પરિણામોમાં સુધારો લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

નિરાલી હોસ્પિટલની વિસ્તૃત 500 બેડ સુવિધામાં જ આવેલું આ રોબોટિક જોઇન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ઓર્થોપેડિક્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. CORI સિસ્ટમ પર કેન્દ્રિત આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ચમત્કાર છે. જે પરંપરાગત રોબોટિક પ્લેટફોર્મ્સથી તેને અલગ પાડે છે. અગાઉના મોડલ્સથી અલગ CORI સિટી સ્કેન અથવા એમઆરઆઈની જરૂરિયાત દૂર કરે છે, સર્જરીઓને સ્ટ્રીમલાઇન કરવા માટે ઇમેજલેસ ટેક્નોલોજી લાગુ કરે છે અને ચોક્સાઇને અભૂતપૂર્વ સ્તરે લઇ જાય છે.

આ પ્રસંગે એ એમ નાયકે જણાવ્યું હતું કે “અમે જરૂરિયાતોમંદોને મદદ કરવા માટે અને અમારા વિશ્વાસ થકી લોકોના જીવનમાં સુધારો લાવવા માટે સમર્પિત છીએ. આ મિશન પ્રત્યે પ્રતિબદ્ધ રહેતા અમે એ સુનિશ્ચિત કરવાનો અથાક પ્રયાસ કરીએ છીએ કે અમારા ટ્રસ્ટ સમાજની શ્રેષ્ઠ સેવા કરી રહી છે.”

“અમારા ટ્રસ્ટ હેઠળની હોસ્પિટલ્સ,સ્કૂલ અને સ્કીલિંગ સેન્ટર્સ, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ 2009થી આધુનિક હેલ્થકેર અને શિક્ષણ માટે અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવે છે. નિરાલી હોસ્પિટલ આજે હેલ્થકેર ઇનોવેશન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના પ્રમાણ તરીકે ઊભી છે જે ઓર્થોપેડિક કેરમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. રોબોટિક જોઈન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટરના લોન્ચિંગ સાથે અમે આપણા સમુદાયને અપેક્ષાઓથી પણ આગળ વધે તેવી અદ્વિતીય સંભાળ અને પરિણામો પૂરા પાડવાની અમારી પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કરીએ છીએ”.

આ સાહસને આગળ વધાવી રહેલા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે “રોબોટિક જોઇન્ટ હિપ એન્ડ ની રિપ્લેસમેન્ટ સેન્ટર ખાતેની ટીમનું નેતૃત્વ કરતાં હું સન્માનિત છું. અમારું લક્ષ્યાંક ઓર્થોપેડિક કેરના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવાનો અને દર્દીઓને લેટેસ્ટ ટેક્નોલોજી તથા અમારી સામૂહિક નિપુણતાનો લાભ આપીને અનન્ય પરિણામો પૂરા પાડવાનો છે.”

અનિલભાઈ નાયક નેતૃત્વ હેઠળ નિરાલી હોસ્પિટલ મેડિકલ ઇનોવેશનના અગ્રીમ મોરચે રહી છે અને સર્જિકલ પ્રિસિઝન અને દર્દીઓના સંતોષનો નવો યુગ લાવવા તથા ઓર્થોપેડિક સંભાળમાં નવા માપદંડો પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *