
“આ વખતે અમારી તૈયારી ,કરીશું મતદાનમાં મોટી ભાગીદારી”નવસારીના શહેરોમાં વેગવંતુ બન્યુ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
- Local News
- April 23, 2024
- No Comment
નવસારી શહેર ના વિવિધ સ્થળો પર મતદાન જાગૃતિના બેનરો લગાડી મતદાન પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવ્યા
આગામી લોકસભા ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી નવસારીના શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે નવસારીના વિવિધ સ્થળો પર બેનરો લગાડી મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુસર મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે .