સુરતના ઝુઓલોજીના સંશોધક દિકાંશ પરમાર અને પ્રયાસના મેહુલ ઠાકરે દ્વારા ગુજરાતમાં સાપની નવી પ્રજાતિ શોધી કાઢી

સુરતના ઝુઓલોજીના સંશોધક દિકાંશ પરમાર અને પ્રયાસના મેહુલ ઠાકરે દ્વારા ગુજરાતમાં સાપની નવી પ્રજાતિ શોધી કાઢી

ગુજરાત રાજયમાં ઝુઓલોજીના ક્ષેત્રમાં સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરએ વર્ષ 2014થી 2024 સુધી સાપની પ્રજાતિઓ અંગે વિશેષ સંશોધન કરીને સાપની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. મ્યાનમાર,ચીન, બાંગ્લાદેશમાં જોવા મળતા ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક સુરતમાં પણ જોવા મળ્યો છે. સુરતથી મળી આવેલા ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સાપની જીભ લાલ કલરની હોય, અને અન્ય બ્રોન્ઝબેક ટ્રી સાપની જીભ ભુરા કલરની હોવાથી આ સાપનું ડીએનએ તેમજ 10 વર્ષ સુધી સંશોધન કર્યા બાદ ગુજરાતમાં જોવા મળતી – સાપની કુલ 64 પ્રજાતિઓમાં વધુ એક સાપનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું કહી શકાય તેમ છે.

આ અંગે સુરતનાં એકમાત્ર હાર્પેટોલોજિસ્ટ અને રિસર્ચ સ્કોલર દિકાંશ એસ. પરમારએ જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2021માં ડાંગથી સાઉથ સુધીનાં વેસ્ટર્ન ઘાટમાંથી ગરોળીની નવી પ્રજાતિ શોધી હતી. તેમજ વાઈપર સાપમાં કેન્સર સેલ્સ આખા વિશ્વ પ્રથમ કેસ શોધી કાઢ્યો હતો સાથે એક ઈંચ ગરોળી શોધી હતી અને હવે તેમણે સાપની એક નવી પ્રજાતિ શોધીનાં સંશોધનમાં મહત્વનું કાર્ય કર્યું છે. પ્રયાસ ટીમનાં મેહુલ ઠાકુર અને તેમની ટીમ દ્વારા ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક(તામ્રપીઠ) સાપ પર સંશોધન કર્યું છે. તેનું વિજ્ઞાનિક નામ ડેન્ડ્રેલાફીસ પ્રોઆર્કોસ છે અને જે મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, લાઓસ તથા વિયેતનામ જેવા દેશોમાં મળતો સાપ છે. પણ આ સાપ હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. આ પ્રજાતિનાં કુલ 7 જેટલા સાપો અંગે પાછલા 10 વર્ષમાં સંશોધન થયું છે. જેમાં સાપની મોર્ફોલોજી, મોર્ફોમેટ્રિક્સ, તે કયા કયા વિસ્તારમાંથી મળ્યા અને કઈ રીતે સુરત પહોંચ્યા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સાપ બ્રોન્ઝ બેક પ્રજાતિ સાપ છે, જેને ગુજરાતીમાં તામ્રપીઠ સાપ કહેવાય છે કેમ કે એની પીઠનો રંગ તાંબા જેવો હોય છે.

અત્યાર સુધી ગુજરાત અને સુરતમાં માત્ર એક જે બ્રોન્ઝબેક પ્રજાતિ સાપ હતો જેને કહી શકાય તેમ છે. – કોમન બ્રોન્ઝબેક કેહવાય છે. ૧૦ વર્ષના લાંબા સંશોધન અને ડીએનએ ટેસ્ટ બાદ સુરતમાં ઈન્ટર્ન બ્રોન્ઝબ્લેક ટ્રી સ્નેકનું અસ્તિત્વ હોવાનું પ્રસ્થાપિત કર્યું છે અને ગુજરાતની ચેકલિસ્ટમાં એક વધુ સાપ ઉમેર્યો. દિકાંશ એસ. પરમાર સુરતના એક માત્ર એવા હર્પેટોલોજિસ્ટ અને રિસર્ચ સ્કોલર છે જેને ૨૦૨૧ માં એક નવી પ્રજાતિની ગેકો (ગરોળી) વેસ્ટર્ન ઘાટ માંથી શોધી હતી. તાજેતરીમાં, દિકાંશ એસ. પરમાર અને મેહુલ ઠાકુર સમગ્ર ટીમ સાથે ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક પર સંશોધન કર્યું છે. તેનું વિજ્ઞાનિક નામ “ડેન્ડ્રેલાફીસ પ્રોઆર્કોસ” છે અને જે મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, લાઓસ તથા વિયેતનામ જેવા દેશો માં મળતો સાપ છે તેની ખોજ સુરતમાંથી થઈ છે. આ પ્રજાતિના કુલ ૭ સ્પેસિમન પર ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી સંશોધન થયું છે

ઈસ્ટર્ન બ્રોન્ઝબેક અને કોમન બ્રોન્ઝબેક માં તફાવત શુ?

પહેલી નજરે જોતા ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ની જીભ લાલ રંગની હોય છે અને કોમન બ્રોન્ઝબેક ની વાદળી રંગની હોય છે. ઈસ્ટર્ન બ્રોન્ઝ બેક ની આંખ થી ગળા સુધી એક કાળી રંગની પટી હોય છે જ્યારે કોમન બ્રોન્ઝ બેક માં નથી. ભીંગડાની વાત કરીએ તો ઈસ્ટર્ન બ્રોન્ઝ બેક માં એનલ પ્લેટ અવિભાજિત હોય છે જ્યારે કોમન બ્રોન્ઝ બેક માં વિભાજિત હોય છે. આવા ઘણા બધા કેરેક્ટર્સનું માપ લઈને અને ૧૧ જેટલી પ્રજાતિઓ સાથે રિસર્ચ કરવાની ઘણી મહેનત પછી આ રિસર્ચ સંપૂર્ણ કરી ને ન્યૂઝીલેન્ડ ની ઝૂટાક્સા જર્નલ માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિસર્ચ માં તમિલનાડુ ના એસ.આર.ગણેશ,મુંબઈના ઈશાન અગ્રવાલ અને જર્મનીના રિસર્ચર ગેર્નોટ વોગલ નો પણ ફાળો છે. ગુજરાત માં ૬૪ જેટલી પ્રજાતિ ના સાપ હતા આ સંશોધન પછી આ સંખ્યા વધી ને ૬૫ થઈ છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *