
કેન્દ્રીય ગૃહ મંત્રી વાંસદા આવશે : વલસાડ લોકસભા 26 બેઠકનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 તારીખના રોજ વાંસદા તાલુકામાં સભા ગજાવશે
- Local News
- May 1, 2024
- No Comment
લોકસભા ચૂંટણીમાં આગામી ગુજરાત રાજ્યમાં મતદાન 7 મે રોજ થનાર છે. ત્યારે ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારો પાસે વધુમાં વધુ પહોંચવા સાથે પ્રચાર કરી રહ્યા છે. રાજ્યની કેટલીક બેઠક ઉપર વીવીઆઈપી મંત્રી, દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે 26 વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતી નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની વાંસદા વિધાનસભા મતક્ષેત્ર વિસ્તાર વલસાડ લોકસભા આવતો હોવાથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ નો પ્રચાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 મે શનિવારના રોજ નવસારી જિલ્લાના પ્રવાસે આવશે.
ગૃહ મંત્રી અમિત શાહના આગમન પહેલા નવસારી જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાસંદા વિધાનસભા કોંગ્રેસનો ગઢ રહેવા પામી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ જ વિસ્તારના રહેવાસી છે ત્યારે કોંગ્રેસને તેના જ ગઢમા મ્હાત આપવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે.4 તારીખે શનિવાર બપોરે 1:00 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે અમિત શાહ સભા કરશે. ચાર દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પ્રચાર કરવા માટે કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે મેદાનને ઉતર્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પ્રચારમાં જોડાશે