
વાંસદામાં છ વર્ષીય બાળક પર દિપડાનો હુમલો: આંબાબારી ગામે સોચક્રિયા કરવા ગયેલા બાળક ના ગળા તથા ગાલ ઉપર ઇજા, છ ટાકાં લેવા પડ્યા
- Local News
- December 3, 2024
- No Comment
નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વાંસદા તાલુકામાં માનવ અને દિપડાઓ વચ્ચે સતત ઘર્ષણ વધારો નોંધાઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં દિપડાઓ સતત ગ્રામ્ય વિસ્તારમાં દેખાડો દેવાને લઈ ભયના ઓથા હેઠળ રહેવા મજબૂર બન્યા છે. દોઢ માસ અગાઉ વાંસદા તાલુકામાં મોટીવાલઝર તેમજ ઉપસળ ગામ ખાતે બે બાળકી તેમજ સીંગાડ ગામે પુખ્ત વયના યુવક ઉપર ઉપર દિપડાએ હુમલો કર્યો હતો આ ત્રણેય ધટના હજુ પણ લોકો ભૂલ્યા નથી.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી એકવાર છ વર્ષીય બાળકી સોચક્રિયા કરવા ગયેલ બાળક ઉપર દીપડાએ અચાનક આવી જઈ હુમલો કરતા ગંભીર રીતે ધાયલ થયો હતો આ ધટનાની જાણ થતા વનવિભાગ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. આ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તબીબોએ તેને છ ટાંકા જેટલા લેવા પડ્યા છે.
બાળક સોચક્રિયા કરવા દરમિયાન દિપડા દેખાતા ભાગવા જતા હુમલો કર્યો
નવસારીના વાંસદા તાલુકામાં વહેલી સવારે વાંસદા નેશનલ પાર્ક માં આવતા આંબાબારી ગામે રહેતા છ વર્ષીય દિક્ષિત ચૌહાણ નામના બાળક સોચક્રિયા દરમિયાન ગયેલ ઉપર એકાએક દિપડાએ હુમલો કર્યો હતો. આ ધટના પગલે બાળક ગભરાઈ જતા હુમલા બચવા ભાગવા ની કોશિશ કરતા તે દરમિયાન દીપડાએ પંજો વડે અચાનક હુમલો કરતા બાળકને ગાલ તથા ગળા ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત એવા દિક્ષિત ચૌહાણને સારવાર માટે વાંસદા ખાતે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફરજ ઉપર ડોક્ટરો ધ્વારા તેના ગળા તથા ગાલ ઉપર છ ટાંકા લેવામાં આવ્યા છે
લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી
• નવસારી જિલ્લામાં દીપડા અને માનવ વચ્ચે ઘર્ષણ દિવસે સતત વધારો નોંધાયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો તેમજ ખેતીમાં કામ કરનારા લોકોએ દીપડાના હુમલાથી બચવા નાના બાળકો એકલા નહિં મુકો
• વાંકા વળી કામકાજ દિપડાઓ પોતાનો શિકાર સમજી બેસે છે અને માણસો ઉપર હુમલો કરે છે થોડી થોડી વારે ઉભા થઈ કામગીરીઓ કરો જેથી દિપડા તેની કરતા હાઈટ વાળા વ્યક્તિને જોખમકારક સમજી હુમલો કરવાનું ટાળે છે
• વહેલી સવારે તેમજ સાંજના સમયે નાના બાળકો એકલા રમવા ન મોકલો,વૃદ્ધ,અસક્ત લોકો બહાર જવાનું ટાળો
• ખેતરમાં કામકાજ કરવા જતા પહેલા ફટાકડા ખેતરની પાળ અથવા રસ્તાઓ ઉપર ફોડો જેથી અવાજ કારણે દિપડો ખેતરમાં હશે તો તે ત્યાંથી નીકળી જશે.
• ખેતીમાં વાવણી કે કાપણી કરતી વખતે ગીતો વગાડો અથવા થાળી અને વગાડો તો પણ દિપડાઓ હશ તો બહાર નીકળી જશે
• શેરડી કાપણી કરવા આવતા મજૂરો પડાવ નજીક અથવા ગ્રામીણ લોકોએ ભોજન વાપરવામાં આવતા માસ તેમજ માછલી સાફ-સફાઈ પડાવ કે ઘરથી પાછળ પાણી ઉપયોગ દૂર કરો
• માસ માછલી ભોજન કર્યા બાદ હાડકા તેમજ કાંટા તેમજ દૂર પડાવ અથવા ઘરથી દૂર ફેકો અથવા ખાડો કરી અથવા દાટી દો
• ગ્રામીણ લોકોએ સોચક્રિયા/ કુદરતી હાજત ખુલ્લામાં ન કરી ટોયલેટ ઉપયોગ કરો
• શેરડી કાપવા આવતા મજૂરો માટે પડાવ જગ્યાએ સ્થાનિક સરપંચ અથવા મુકાદમ તેમજ સ્થાનિક સુરગ મીલો કરાવવી રહી
હાલમાં દક્ષિણ ગુજરાત ખેડૂતો શેરડી વાવેતર કરતા મોટા પ્રમાણ કરવામાં આવે હાલ શેરડી કાપણીઓ ચાલી રહી છે જેથી દિપડાઓને રહેવા માટે શેરડી આદર્શ સ્થાન છે. તે દૂર થવા કારણે ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરની નજીક આવેલ ગામો દિપડાઓ સતત દેખાવ ધટનામાં વધારો નોંધાઈ રહ્યા છે.
સુરગ મીલો તેમજ ખેડૂતો ખાસ વિનંતી શેરડી કાપણી પહેલા જે લોકો શેરડી સળગાવે છે તે બંધ કરો જો શેરડી ચારે બાજુ સળગાવશો તો અમે રહેલા બચ્ચા દાઝી જશે કે સળગી મરી જશે તો બચ્ચો માટે દિપડી રઘવાઈ બંને તો લોકો ઉપર હુમલો કરતી થઈ શકે તેમજ અન્ય વન્યજીવો પણ દાઝવા કે સળગી જવાના કિસ્સાઓ બનતા પણ અટકશે.
છેલ્લી વસ્તી ગણતરી નવસારી જિલ્લામાં સૌથી વધુ દિપડાઓ નોંધાયેલ છતાય જિલ્લામાં રેસ્ક્યુ સેન્ટર અને કેર સેન્ટર ઉપલબ્ધ નથી. વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગ કે નોર્મલ વન વિભાગમાં રેસ્ક્યુ માટે સાધનો સહિત સ્ટાફ અછત રાજ્ય સરકાર તેમજ ઉચ્ચ વનવિભાગ દ્વારા પુરી પાડવી રહી.