
પ્રભુ મહાવીરના જીવન ઉપરની નિબંધ સ્પર્ધામાં શેઠ આર.જે.જે.હાઈસ્કૂલની વિદ્યાર્થીનીનો સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ
- Local News
- December 3, 2024
- No Comment
પ્રભુ મહાવીરના 2050માં નિર્માણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રભુ મહાવીરના જીવનનો પરિચય કરાવતી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોકલવામાં આવેલા આશરે 400થી વધુ નિબંધો માંથી નવસારીની શેઠ આર. જે. જે. હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશશ્રી રારાવીકરે લખેલો નિબંધ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ નિબંધ તરીકે પસંદગી પામ્યો.
તા.30-112024 ના રોજ અમદાવાદ મુકામે યોજાયેલા ભવ્ય ઇનામ વિતરણ સમારંભમાં શ્રીમદ યોગ તિલક સુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામા અને અમદાવાદના માનનીય મેયર પ્રતિભાબેન જૈનની વિશેષ ઉપસ્થિતિમાં તેમના સમાજ શ્રેષ્ઠિઓના હસ્તે કુમારી યશશ્રીને પ્રમાણપત્ર તેમજ રૂપિયા 12,500નો રોકડ પુરસ્કાર (ચેક) અને શાળાના આચાર્યને ઉત્કૃષ્ટ કામગીરી માટે સુંદર મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. કુમારી યશશ્રીની આ વિશેષ સિદ્ધિ માટે શાળાના આચાર્ય અમિષ મહેતા, શાળા મેનેજમેન્ટ અને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે તેમજ કુમારી યશશ્રીને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.