
માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર” વિજલપોર ખાતે 3જી ડિસેમ્બર-૨૦૨૪ “વિશ્વ વિકલાંગ દિન”ની ઉજવણી વિવિધ રમતોત્સવ દ્વારા કરવામાં આવી
- Local News
- December 4, 2024
- No Comment
નવસારીના એરૂ રોડ ઉપર આવેલ મમતા મંદિર શાળા ખાતે તારીખ ૩/૧૨/૨૦૨૪ના રોજ “વિશ્વ વિકલાંગ દિન” નિમિત્તે માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર સંકુલના મેદાનમાં દિવ્યાગો માટે વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમતોત્સવમાં શ્રી પ્ર.સ.કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી, વિદ્યાલય તથા શ્રી મ. સ. કોઠારી મૂક બધિર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના મૂકબધિર બાળકો તેમજ મંદબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી વિદ્યાલયના મનોદિવ્યાંગ બાળકો તથા અપંગ તાલીમ અને પુનર્વસન ઉદ્યોગ ભવનમાં તાલીમ લેતા દિવ્યાંગ બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના ઉપપ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ તથા શાળાના દિવ્યાગ બાળકોના વરદહસ્તે દિપપ્રાગત્ય કરી રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ધોરણ 1 થી ધોરણ 12 સુધીના દિવ્યાંગ બાળકોએ સંગીત ખુરશી, બોલ પ્લેટ રેસ, ફૂગ્ગા રેસ, ઓક્ટોપસ રેસ,અંગૂઠાની મદદથી કેળા ખાવાની રેસ, રસ્સા ખેંચ,સિક્કા ફેરવવાની સ્પર્ધા, વોલીબોલ, બિંદી ગેમ, બોટલશુટ, બુક બેલેન્સ, ગ્લાસફોડ, બોલપાસ જેવી વિવિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધાઓમાં બાળકોનો ઉત્સાહ વધારવામાં માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ,ચીફ ઓફિસર એલ.ડી. પટેલ,ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,ટ્રસ્ટી સંગીતાબેન, ભુમિનભાઈ, ફોરમબેન,ત્રણેય શાળાના આચાર્યો શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ મેદાન પર હાજર રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.દરેક સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલ બાળકોને ઈનામો આપી તાળીઓના ગડગડાટથી વધાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તથા સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ બાળકોને સંસ્થાના ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા હતા. રમતોત્સવના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી સ્પર્ધાની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી.