રાજય સરકાર દ્વારા જંત્રીના તોતિંગ વધારા સામે આકરી ટીકા: જંત્રીના ભાવ વધારા સામે નવસારી ક્રેડાઈનો વિરોધ :નવસારીના બિલ્ડરો 9મીએ રેલી યોજી ભાવ વધારો પાછો ખેંચવા નવસારી કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરશે

રાજય સરકાર દ્વારા જંત્રીના તોતિંગ વધારા સામે આકરી ટીકા: જંત્રીના ભાવ વધારા સામે નવસારી ક્રેડાઈનો વિરોધ :નવસારીના બિલ્ડરો 9મીએ રેલી યોજી ભાવ વધારો પાછો ખેંચવા નવસારી કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરશે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીદર જાહેર કરવામાં આવી છે, જે બેથી ત્રણ ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. ક્રેડાઈ નવસારી દ્વારા GIHED દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એકસાથે જંત્રી દરના વધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે. સૂચિત જંત્રીદરના વાંધા-સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માંગ્યો છે. વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે.

મકાનો હવે 35થી 40 ટકા જેટલાં મોંઘાં થઈ જશે

સૂચિત જંત્રીદરમાં જો ઘટાડો નહીં કરવામાં આવે તો છેલ્લા બાર દિવસથી નવસારી ખાતે એકપણ નવા પ્રોજેક્ટ શરૂ થયા નથી. સૂચિત જંત્રીદરમાં વધારા થશે તો ખેડૂતો, જમીન માલિકો, નવું ઘર ખરીદનારા લોકો સહિત ડેવલપરો તેમજ જે લોકો પોતાનું ઘરનું ઘર લેવું હવે સપનું બની જશે, કારણ કે નવા સૂચિત જંત્રીદરના કારણે મકાનો 35થી 40 ટકા જેટલાં મોંઘાં થઈ જશે. જે લોકોએ નવાં ઘર નોંધાવી દીધાં છે, પરંતુ દસ્તાવેજ બાકી છે તેમના પણ ખૂબ મોટી અસર થશે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં

ક્રેડાઈ નવસારીના પ્રમુખ ભરતભાઈ સુખડિયા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે-તે સમયે પણ ક્રેડાઈ ગુજરાત અને નવસારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી.

90 દિવસનો વાંધા-સૂચનનો સમય માગ્યો હતો 

રાજ્ય સરકારે સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે અને સંકલન કરીને જંત્રીદરમાં સુધારો કરીશું એમ કહ્યું હતું. સરકારે દોઢ વર્ષ સુધી સર્વે અને સ્થળ પરિસ્થિતિ જોયા બાદ 20 નવેમ્બર 2024ના રોજ જે સૂચિત જંત્રીદર બહાર પાડ્યો છે એ બેથી ત્રણ ગણો છે. જંત્રીનો મુદ્દો ખેડૂતથી લઇ દરેક નાગરિકો અને ડેવલપરોને સીધી અસર કરે છે.ગુજરાતમાં 40,000 ઝોન છે. નવી સૂચિત જંત્રી દર લાગુ થશે તો સૌથી વધારે ખેડૂતોને આ જંત્રી દરને લઇ અસર થવાની છે. ગુજરાત રાજ્યમાં ખેતી બીન તેમજ ખેતી લાખો હેક્ટર જમીન આવેલી છે. જ્યારે રાજ્ય સરકારે સૂચિત જંત્રી દર લાગુ કરવાનો હતો ત્યારે 90 દિવસનો વાંધા-સૂચનનો સમય માંગ્યો હતો, પરંતુ સરકારે માત્ર 30 દિવસનો સમય આપ્યો છે. જો સરકારને સર્વે કરવામાં દોઢ વર્ષ લાગે તો વાંધા-સૂચનમાં 30 દિવસ કેવી રીતે આપી શકે છે.

200થી લઈ 2000 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો 

ખેડૂતો, બિલ્ડરો અને સામાન્ય નાગરિકો 30 દિવસમાં કેવી રીતે વાંધા-સૂચન રજૂ કરી શકે છે. ક્રેડાઈ નવસારી દ્વારા સૂચિત જંત્રીદરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે.મોટા શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાં અને નવસારી જેવા નાનાં શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આવી પહોંચશે. 12 વર્ષ સુધી સરકારે જંત્રી દર વધાર્યો નથી, રાજ્ય સરકાર દ્વારા રાતોરાત આ  જંત્રી દર વધારી દેવામાં આવ્યો છે. નવસારી શહેરના વિકાસ માટે જંત્રી દર વધારવો એ યોગ્ય છે, પરંતુ એક સાથે આટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી.

દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં 

રાજ્ય સરકારે 30 દિવસ તો સમય આપ્યો છે, જેમાં પણ ઓનલાઇન વાંધા-સૂચનો મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય માણસો ઓનલાઇન પ્રક્રિયા કરવા જાય તો પણ તેમને તકલીફ પડે છે. નવસારીના બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં હતા , એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. ઘણી બધી વિગતો એમાં ભરવી પડે છે. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસમાં સૂચિત જંત્રીદરના વધારા સામે વાંધા-સૂચન માટેની ઓફલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેનાથી સામાન્ય માણસો અને ખેડૂતો પણ સરળતાથી પોતાની વાત રજૂ કરી શકે છે.

રાજય સરકારે જે સર્વે કર્યો એની ખબર જ નથી પડતી

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેને લઈને પણ ક્રેડાઇ નવસારીના પ્રમુખે સવાલો ઊભા કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારે જે સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે કરવો જોઈએ એ કેવી રીતે કરવામાં આવ્યો છે એ ખબર જ નથી પડતી. આ જંત્રીદરમાં કેવી રીતે વધારો કર્યો, બેઝ પર થઈ એને લઈને હજી સુધી અમને પણ ખ્યાલ નથી આવ્યો. સરકાર કઈ સાયન્ટિફિક પદ્ધતિના આધારે આ સૂચિત જંત્રીદર વધાર્યો છે.

આગામી સોમવાર સવારે લુન્સીકુઈ મેદાન ભેગા થવા અપીલ 

ક્રેડાઈ નવસારી પ્રમુખ ભરતભાઈ સુખડિયા દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં રાજ્ય સરકાર દ્વારા જે જંત્રી દર લાગુ કરનાર છે તેની વિસંગતતાઓની ચર્ચાઓ કરી હતી તેમજ આ જંત્રી દર લઇ નવસારી જિલ્લામાં પડનારી મુશ્કેલીઓ તથા ખેડૂતો, નવા મકાન ખરીદનાર ઘરનું ઘર લેવું હવે સપનું થઈ જશે. જો આ નવો દર લાગુ પડશે તો સ્ટેમ્પ ડ્યુટી, સૂચિત જંત્રી દર તમામ પ્રકાર ટેક્સમાં વધારો થશે તે પણ અસહ્ય થઈ પડશે.ડેવલોપર્સ ધ્વારા 200 પ્રકારના લોકોને સીધી તેમજ આડકતરી રીતે રોજગાર ઉપર પણ આ સૂચિત જંત્રીદર અસર પડશે.એમ કહીએ તો ખોટુ નથી સરકારની તમામ પ્રકાર સરકાર ની તિજોરી ભરાશે.તેથી આગામી 9મી ડિસેમ્બર ને સોમવાર ના રોજ લુન્સીકુઈ મેદાન સવારે 11 વાગ્યે નવસારીની જનતા, ખેડૂતો તેમજ તમામ ડેવલોપર્સને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી જોડાઈ સરકાર ફરી આ સૂચિત જંત્રી દર લઈ ફેર વિચારણા કરે નવસારી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.

વિસંગતા ધરાવતા સૂચિત જંત્રી દર ને લઈ: નવસારી ક્રેડાઈ દ્વારા આગામી સોમવારે રેલી અને આવેદનપત્ર સુપ્રત કરાશે, નવસારીના ખેડૂતો, ડેવલોપર્સ તથા લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ક્રેડાઈ નવસારી પ્રમુખ ભરતભાઈ સુખડિયાએ અપીલ કરી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *