સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો:આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે:આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો:આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે:આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો અવસર: સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે:આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

આદિવાસી નવ યુવાનોને સરકારની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી તેમજ ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે કરાયું છે. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ,ધારાસભ્ય નરેશભાઇ પટેલ,ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થિક,સામાજિક, શૌક્ષણિક ઉત્થ્થાન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજના સમયમાં નોકરી મેળવવા સ્પર્ધામાં ઉતર્વું પડે જેના માટે આપણે ભણતર અને કૌશલ્યમાં પારંગત થવું જરૂરી છે એમ જણાવ્યું હતું. મંત્રીએ આદિવાસી વિરાસત આપણી સંસ્કૃતિ ધીરે ધીરે વિસરાઇ રહી છે તેને પુનરૂત્થાન કરવું આપણા સૌની જવાબદારી છે એમ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વર્ષને મિલેટ વર્ષ જાહેર કરી વડાપ્રધાને પરંપરાગત ધાન્યોના સન્માનમાં વધારો કર્યો છે.મંત્રીએ મિલેટ્સને આપણો વારસો ગણાવી રસાયણીક ખેતી તરફ વળેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીની ખુબ માંગ છે બજાર ભાવ પણ સારો મળે છે એમ જાણકારી આપી હતી. મંત્રીએ શિક્ષણ વિભાગ અને આદિજાતી વિભાગની અનેક યોજનાઓ અંગે જાણકારી આપી તેનો લાભ લેવા તથા પોતાના હકો અને અધિકારો બાબતે જાગૃત બનવા અપીલ કરી હતી.સરકાર તમામ યોજનાઓમાં સાથ સહકાર આપી રહી છે એમ જણાવ્યું હતું.

વલસાડ સાંસદ ધવલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ટ્રાઇબલ ટ્રેડ ફેરનું ભવ્ય આયોજન કરાયું છે. આદિવાસી યુવાઓ દરેક ક્ષેત્રે ખુબ સારૂ કામ કરી રહ્યા છે. તેમણે આજે વિવિધ સેમીનારનો લાભ લેવા તથા તેમાંથી સીખ મેળવી આદિવાસી સમાજની કળા, નૃત્ય તથા ઉદ્યોગોને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના પિતા તથા પોતાના જીવનના અનુભવો અને સફળતા વિશે વિગતવાર જાણકારી આપી ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વધુમાં કોઇ પણ વેપાર શરૂ કરવા માટે કઇ કઇ બાબતોને ધ્યાને રાખવું તે અંગે યુવાનોને માર્ગદર્શિત કર્યા હતા.

ધારાસભ્ય નરેશભાઇ પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, નવી પેઢીને માર્ગદર્શિત કરી વિકાસની ધારામાં લાવવાનો સરાહનિય પ્રયાસ આ સમાજના આગેવાનો દ્વારા કરાયો છે જે અભિનંદનને પાત્ર છે. તેમણે સ્થાનિક આગેવાનો, વેપારીઓની સફળતાના અનેક ઉદાહરણો આપી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે યુવાનોને આજના સમયમાં ફક્ત નોકરીનો આગ્રહ ન રાખતા વિવિધ વેપાર/ઉદ્યોગ કરી સંઘર્ષથી સફળતા મેળવવા તથા સમાજને આવા યુવાનોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ત્રિદિવસીય ટ્રાઇબલ મેળાનું ઉચ્ચ કક્ષાનું આયોજન કરાયું છે. આદિવાસી સમાજ હંમેશા જળ, જમીન, જંગલનો પુજક રહી પ્રકૃતિના સંવર્ધનમાં રચ્યો રહ્યો છે. તેમણે વર્તમાન સરકાર દ્વારા હાથ ધરેલ વિવિધ યોજનાઓનો લાભ લઇ પોતાની રોજગારી ઉભી કરવાની સાથે ઉદ્યોગ સાહસિક બની અન્યને પણ રોજગારી આપી શકાય તે મુજબ સક્રિય પ્રયાસો કરવા પડશે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગપતિ ચંપકભાઇ વાડવા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેમણે ટ્રેડ ફેરના આયોજન કરવા બદલ સમગ્ર સમાજને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમગ્ર સમાજને આદિવાસી યુવાનોને પગભર કરવા આહવાન કર્યું હતું.

સ્વાગત પ્રવચન ડો.પ્રદિપભાઇ ગરાસિયા દ્વારા આ કાર્યક્રમની અગત્યતા અંગે જાણકારી આપી હતી. આભાર દર્શન ચેતન પટેલ દ્વારા કરાયો હતો.કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર સહિત મહાનુભાવોએ સ્ટોલ અને પ્રદર્શનીની મુલાકાત લઇ વિવિધ સ્ટોલમાંથી ખરીદી કરી સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત MSME શરૂ કરવા, બેંકેબલ યોજના, મળવાપાત્ર સબસીડી વિષય અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તથા જિલ્લા રોજગાર કેન્દ્ર દ્વારા રોજગારી મેળવવા બાબત અંગે અને ઔધ્યોગિક તાલીમ કેન્દ્ર દ્વારા કુશળ કારીગર વિષય બાબતે સેમીનારનું આયોજન પણ કરાયું હતું. વિવિધ ઉદ્યોગકારો દ્વારા પોતાની સફળતાની વાત પણ રજુ કરાઇ હતી.

નોંધનિય છે કે, આ આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો આગામી તારીખ૦૯,૧૦ નવેમ્બર ૨૦૨૪ સુધી યોજાનાર છે જેમાં દિવસ અનુસાર વિવિધ કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરાયું છે.આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ અને જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *