નવસારીમાં પ્રેમચંદભાઈ લાલવાણી પરિવાર દ્વારા કછોલ ગામ ખાતે મહા અતિ રુદ્ર યજ્ઞ 300 થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી નવસારી પ્રદેશ નવી ઉર્જા પામશે

નવસારીમાં પ્રેમચંદભાઈ લાલવાણી પરિવાર દ્વારા કછોલ ગામ ખાતે મહા અતિ રુદ્ર યજ્ઞ 300 થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી નવસારી પ્રદેશ નવી ઉર્જા પામશે

નવસારીના જાણીતા ઉદ્યોગપતિ અને વ્યાપારી, નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ પ્રેમચંદભાઈ લાલવાણી દ્વારા એમના માતાજી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટના નેજા હેઠળ,સાર્વત્રિક સુખાકારી માટે એક ભવ્ય વૈદિક વિધિ ઐતિહાસિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન તા. ૨૧/૧૧/૨૪ થી ૨૫/૧૧/૨૪ દરમ્યાન કછોલ ગામે કૈલાશધામ ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું છે

અતિરુદ્ર મહાયજ્ઞમાં ઉજ્જૈન, હરિદ્વાર તથા વૃંદાવન જેવા ભારતના પવિત્ર સ્થળોથી ઘનપાઠી અંદાજે ૩૦૦ થી વધુ બ્રાહ્મણો જેમાં વેદ મૂર્તિ ઉમેશગુરુજી, દેવેન્દ્ર ઘડિકજી, તથા ચાર વેદોના જાણકાર અને નવસારી વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાંથી અનેક બ્રાહ્મણો ભાગ લેશે.

અતિરુદ્ર મહાયજ્ઞ એક પવિત્ર યજ્ઞ જે પ્રાચીન વૈદિક પરંપરા થકી આ ૬ દિવસના સમારોહ ભગવાન રુદ્ર (શિવ) ના આશીર્વાદ જે સમસ્ત માનવતાના રક્ષણ અને કલ્યાણ માટે છે, જેમાં ૩૦૦ થી વધુ બ્રાહ્મણો અનેક વિધિ અને અનેક મંત્રોના સતત જાપ કરી પવિત્ર અગ્નિને અર્પણ કરશે જે વૈશ્વિક શાંતિ,કુદરતી આફત સામે રક્ષણ, આધ્યાત્મિક વિકાસ,આત્માનુભૂતિ અને માનવતાની સુખાકારી માટે દૈવી આશીર્વાદ મેળવવા કરશે.

આ મહાયજ્ઞને લઈ આગામી તારીખ ૨૦/૧૧/૨૪ ના રોજ ૩:૩૦ કલાકે એક કળશયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાયજ્ઞ સ્થળના ગેટ થી યજ્ઞ મંડપ સુધી ભારતની ૨૭ સરિતા (નદી) નું જળ,કળશમાં લઇ નવસારી શહેરના વિવિધ સમાજની બહેનો અને બંગાળી સમાજની બહેનો એક જ વેશમા,માટીના કળશ સાથે બેન્ડ-બાજા સાથે યાત્રા શોભાવશે.

આ ગઈકાલે મહાયજ્ઞ આયોજનને લઈ નજીકના કાર્યકરો અને પત્રકારોની એક સભા પ્રેમચંદ લાલવાણીના કછોલ ફાર્મ હાઉસ ખાતે મળી હતી જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો અને પત્રકારોની ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 22 મી ને બપોરે પરમ પૂજ્ય મોરારીબાપુ નું આગમન થશે તેમ જ કૃષ્ણ ભગવાનના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રથમ પંક્તિ ના ભજનીક નિકુંજબેન કામરા વિશેષ ઉપસ્થિત રહીને ભજનોની રમઝટ બોલાવશે

નવસારીમાં છ દિવસના મહાયજ્ઞ સોમયાગ યોજાઈ ચૂક્યા પછી પ્રથમ વાર એક જ પરિવારના સૌજન્યથી અતિ રુદ્ર મહાયજ્ઞ નવસારી નો ઇતિહાસમાં પ્રથમવાર આકાર લેશે દેશભરના ઉજ્જૈન મહાકાલેશ્વર ઓમકારેશ્વર વારાણસી કાશી ને પણ વિગેરેના દેશ પરના અતિ વિધવાન હતી પવિત્ર બ્રાહ્મણો અંદાજે 350 ઉપસ્થિત રહેશે મહાલક્ષ્મી મંદિર એરુના મુખ્ય પૂજારી કમલકુમાર પ્રમોદભાઈ દ્વારા પ્રાસંગિક માહિતી આપવામાં આવી હતી.પ્રેમચંદ લાલવાણી જણાવ્યું હતું કે મારા પરિવારનું સૌજન્ય છે ખરું પણ સમગ્ર નવસારી પ્રદેશ માટેનો આ યજ્ઞ છે તેમજ આપણા સૌનૌ આ યજ્ઞ છે

આ યજ્ઞની સાથે લોકોની સુખાકારી ધ્યાને પણ રાખી ને આઈ એન એસ હોસ્પિટલ નવસારી ના મુખ્ય સંચાલક રાજ દેસાઈએ હોસ્પિટલ ની ટીમ આ યજ્ઞ પ્રસંગે તમામ રીતે ખડે પગે સેવાઓ આપશે ઉપરાંત આ યજ્ઞ દરમિયાન જરૂરત મનને સારવાર અને દવા પણ મફત આપવામાં આવશે એમ જણાવ્યું હતું. રોટરી આઈ હોસ્પિટલ મંત્રી યોગેશભાઈ ખડેપગે સેવાઓ આપશે એમ જણાવ્યું હતું.

અગ્રણી કાર્યકર ગૌતમ મહેતાએ જણાવ્યું હતું કે આઠ વર્ષથી અખંડ ચાલતી રામ રોટી અને એકલા હાથે રોજના 20 થી 25 હજાર માણસોને જમાડવા તેમજ મોરારીબાપુની રામકથા કરવી એ પ્રેમચંદભાઈના પરિવારને આગવી ઉપલબ્ધી છે અને દોઢ વર્ષ પહેલાં આ મહાકથા પછી દક્ષિણ ગુજરાતની ધરતી પર યોજવા જઈ રહેલો અતિ રુદ્ર મહાયજ્ઞ પણ તમામ સૌજન્ય પ્રેમચંદભાઈ પરિવારનું છે ત્યારે આપણે સૌ સહભાગી બનીએ રમેશ હિરાણીએ પ્રસંગિક વાતો કરી હતી

નવસારી ના આંગણે અનેરો અવસર: નવસારીના ઈતિહાસ પ્રથમ વખત અતિરુદ્ર મહાયજ્ઞ કરાશે

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *