નવસારીના પારસી આગેવાનનું દર્દ છલકાયું: નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નરેન્દ્ર હીરાલાલ જ્ઞાનધામ ખાતે રતન તાતાને શબ્દાંજલી કાર્યક્રમ યોજાયો, રતન ટાટાને જેવા મહાન સપૂતને ભારત રત્ન આપવામાં કંજૂસાઈ કરવાની જરૂર ન હતી: કેરસી દેબુ

નવસારીના પારસી આગેવાનનું દર્દ છલકાયું: નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નરેન્દ્ર હીરાલાલ જ્ઞાનધામ ખાતે રતન તાતાને શબ્દાંજલી કાર્યક્રમ યોજાયો, રતન ટાટાને જેવા મહાન સપૂતને ભારત રત્ન આપવામાં કંજૂસાઈ કરવાની જરૂર ન હતી: કેરસી દેબુ

ગુજરાતમાં જાણીતી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નરેન્દ્ર હીરાલાલ જ્ઞાનધામ નવસારી ખાતે રતન તાતાને શબ્દાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ ગુરુવારે સાંજે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના  રાષ્ટ્રીય લઘુપતિ પંચ આ નાયબ અધ્યક્ષ નવસારીના ઇતિહાસ વિદ, કેરસી દેબુ નું સ્વ. રતન ટાટાના જીવન વિશે વાંચકોને માહિતગાર કર્યા હતા. સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નરેન્દ્ર હીરાલાલ જ્ઞાનધામ નવસારી માં રતન ટાટા ના જીવન કવન વિશે કેરસી દેબુ નું પ્રવચન યોજાયું જેમાં તેમનું દર્દ છલકાયું હતું. દેબુએ કહ્યું હતું કે, વિશ્વ કક્ષાના વ્યક્તિત્વ ધરાવતા રતન તાતાને જીવતા જીવ ભારત રત્ન આપવામાં આવ્યો હોત તો દેશ ખુશ થયો હોત આટલા મોટા વ્યક્તિત્વને ભારત રત્ન આપવામાં કંજૂસાઈ કરવાની ક્યાં જરૂર હતી.’

દેશમાં પારસી સમુદાયનું નેતૃત્વ કરતા કેરસી દેબુ દિલ્હીમાં દેશમાં પારસીઓનો ઉત્થાન અને તેમની સંખ્યા વધે તે માટે સતત કાર્યશીલ હોય છે, લઘુમતી સમુદાય માટે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે એક આયોગની રચના કરવામાં આવી છે.જેમના ઉપપ્રમુખ પદે નવસારીના કેરસી દેબુ કાર્યરત છે. આજે નવસારી આવી તેમણે જાણીતી સયાજી વૈભવ લાઇબ્રેરીમાં સ્વર્ગીય રતન તથા વિશેની જાણીતી અજાણ્યા પ્રસંગો કહી રતન ટાટાના વ્યક્તિત્વના ગુણોનું વર્ણન કર્યું હતું,

જેમાં એક પારસી આગેવાન તરીકે તેમણે આડકતરી રીતે ભૂતકાળની તેમજ હાલની કેન્દ્ર સરકાર દ્વારા રતન ટાટાને હયાતીમાં ભારત રત્ન ન અપાયાનો રંજ વ્યક્ત કર્યો હતો હાલની કેન્દ્ર સરકાર દ્વારા રતન ટાટાને હયાતીમાં ભારત રત્ન ન અપાયાનો રંજ વ્યક્ત કર્યો હતો. આટલી મોટી વૈશ્વિક વ્યક્તિને ભારત રત્ન આપવામાં કંજૂસાઈ ન કરવી જોઈતી હતી એવું તેમણે સ્ટેજ ઉપરથી કહ્યું હતું. પરંતુ તેમણે પાછળથી વાત વાળતા કહ્યું કે ભારતના લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ તો અમારા દિલના રત્ન છે એટલે તેમને ભારત રત્ન આપો કે ન આપો કોઈ ફરક પડતો નથી. જમશેદજી ટાટા ને હયાતીમાં જ ભારત રત્ન મળી ગયો હતો પરંતુ રતન ટાટા ભારત રત્ન મેળવવાથી ચૂકી ગયા હતા.

કેરસી દેબું પોતાના વક્તવ્ય જણાવ્યું હતું કે પારસી સમાજ નવસારી સહિત સમગ્ર દેશ માટે ખૂબ ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે. જે પૈકી જમશેદજી ટાટા પછી રતન ટાટા એ પણ ટાટા ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું છે પરંતુ તેમને ભારત રત્ન આપવામાં જે કંજૂસાઈ કરવાની જરૂર ન હતી

કેરસી દેબુએ રતન ટાટાનો જે.આર.ડી ટાટા સાથેના નવસારીના સંબંધો વર્ણવ્યા હતા. રતન ટાટા ને મહાન દાનવીર, સજ્જન, મહાન ઉદ્યોગપતિ, તરીકે બિરદાવ્યા હતા, એમના પશુ પ્રેમ, કંપનીના કર્મચારીઓ સાથેના માનવીય વ્યવહારને વર્ણવ્યા હતા.

કાર્યક્રમના આરંભે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંત પારેખ વક્તા અને સૌ ઉપસ્થિત મહેમાનોને શાબ્દિક આવકારઆપી સ્વાગત કર્યું હતું. સંસ્થા વતી વક્તા કેરસી દેબુ નું સાલ અને પ્રતિક ભેટ આપી માધવી શાહ તથા પ્રશાંત પારેખે સન્માન કર્યું હતું.

સંચાલિકા અધ્યાપક ડોક્ટર કિર્તીદાન વૈદે વક્તા કેરસી દેબુ નો પરિચય આપ્યો હતો.આજના પ્રવચનને માણવા માટે નવસારી નગરના પ્રભુધ જનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *