
નવસારી શહેરમાં રંગે ચંગે ગણેશ વિસર્જન, શ્રદ્ધા આસ્થા અને શાંતિ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો
- Local News
- September 18, 2024
- No Comment
દેશ અને દુનિયાભરમાં આજે દૂંદાળા દેવ એવા ગણેશજી 10 દિવસ પૂજન અર્ચન કર્યા બાદ નવસારી જિલ્લામાં 54 જેટલા સ્થળ ઉપર ગણેશ મંડળો દ્વારા બાપાની આખરી વિદાય તૈયારીઓ કરવામાં આવી હતી. તમામ વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણાનદી ઉપર આવેલા ઓવારા ઉપર આવેલા આસ્થાના ઓવારા એવા ધારાગીરી, વિરાવળ તેમજ જલાલપોર સંતોષી માતાના મંદિર ઓવારા ઉપર વહેલી સવારથી જ તમામ વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
નવસારી જિલ્લામાં 54 જેટલા ઓવારા ઉપર 5000 નાની મોટી ગણેશ પ્રતિમાઓને વિસર્જિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે સૌથી વધુ ગણેશ પ્રતિમાઓ શહેરના વિરાવળ ઓવારા ઉપર વિસર્જિત થઈ રહી છે. મોટી મૂર્તિઓ વિસર્જિત થાય તે માટે વહિવટ તંત્ર દ્વારા 2 ક્રેનની વ્યવસ્થા થકી વિસર્જન ચાલી રહ્યું છે
નવસારી જિલ્લાના વિરાવળ, જલાલપુર, દાંડી, ધારાગીરી સહિતના અલગ અલગ તાલુકાઓમાં આવેલા ઓવારા ઉપર ગણેશ પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે, જિલ્લા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ 1100 જેટલી ટીમ વિસર્જનના બંદોબસ્તમાં તહેનાત છે.આ લખાઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધી કોઈપણ અનિચ્છની ધટના નોંધાઈ નથી
નવસારીના પૂર્ણા નદીઓ ઉપર આવેલ ઓવારા ધારાગીરી ઉપરથી રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં ગણેશ વિસર્જનમા મૂર્તિઓ નાની 820,મોટી 190 વિસર્જન થઈ ચૂકી છે.જલાલપોર ના સંતોષી માતા મંદિર ઓવારા ઉપરથી ગણેશજીની નાની પ્રતિમા 584 તેમજ મોટી 61 પ્રતિમાઓ વિસર્જન થઈ ગઈ છે સૌથી વધુ ગણેશ પ્રતિમાઓ શહેરના વિરાવળ ઓવારા ઉપરથી ગણેશ પ્રતિમાઓ વિસર્જન આ પ્રમાણે છે 2700નાની મૂર્તિઓ અને 300 મોટી ગણેશ મૂર્તિઓ વિસર્જિત થઈ ગઈ છે. રાત્રે 12:10 પણ હજુ પણ આ ત્રણેય ઓવારાઓ ઉપર વિસર્જન ચાલી રહ્યું છે.