આજના યુવાને આવો આવ્યો વિચાર?! નવસારીના યુવાને બનાવી જાતે ગણેશ મૂર્તિ પણે તેની વિશેષતા લાખોમાં પણ એક
- Local News
- September 17, 2024
- No Comment
બાળપણની કેળવણી બાળકોના આજીવન પરિવર્તનની ગંગા વહાવતી હોય છે બાળપણમાં મળેલા સંસ્કારો આજીવન ચારિત્ર ઘડતરમાં અને સંસ્કારોનું સિંચન કરવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. નવસારી શહેરનો કેવો યુવાન કે જેણે ગણેશ ચતુર્થી દરમિયાન નવા જ પ્રકારનો પ્રયોગ કરીને ગણેશ ચતુર્થી ને ઉજવવાનો પ્રયાસ કર્યો છે. કુંડાની માટીના ગણપતિ દાદાની જાતે પ્રતિમા બનાવીને પ્રતિમામાં વિવિધ છોડના બિયારણો નાખ્યા હતા અને વિસર્જન બાદ પોતાના ઘરમાં કુંડામાં જ છોડ રોપવાના વિસર્જન માટી ઉપયોગ કરી નવા જ પ્રકારનો પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો છે.

નવસારી શહેરના પીર મહોલ્લામાં રહેતા તત્વ ચિંતન મહેતા જે દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. પરિવારમાં મળેલા પર્યાવરણની જાળવણી અને વાયુ તેમજ જળ પ્રદુષણને રોકવા માટેના પરિવાર માંથી મળેલા સંસ્કારોને પગલે ગણેશ ચતુર્થી દરમિયાન માટીના ગણેશ બનાવીને 10 દિવસમાં સુધી પૂજન અર્ચન કર્યા બાદ સમગ્ર પરિવાર એ આ યુવાનને મદદરૂપ થયા હતા. ગણેશ ચતુર્થી દરમિયાન દસ દિવસ સુધી ભાવ ભક્તિપૂર્વક સમગ્ર પરિવારે પૂજા કરી હતી. માટીના ગણપતિ માં બીજ મૂકવાના કારણે તે હવે કુંડામાં વિસર્જિત થયા છે અને હવે ઉગી નીકળશે એટલે એ કુંડાને ફરીથી સાચવણી અને જાળવણી કરશે.
https://www.facebook.com/share/v/Gs6ae5Bw3eebwa5X/?mibextid=oFDknk
ગણેશ ચતુર્થી નું પર્વ એ સામાજિક જાગૃતિ અને લોકોમાં સંગઠનાત્મક ભાવના ની જાગૃતિ લાવવાનો મહત્વનો પ્રયાસ અને પ્રયત્ન રહેતો હોય છે ત્યારે પર્યાવરણની જાળવણી અને પર્યાવરણનું પ્રદૂષણ જળ પ્રદૂષણ જેવા મહત્વના ગણાતા મુદ્દાઓ બાબતે લોકોમાં જાગૃતિના ભાગરૂપે આ યુવાને નવતર પ્રયોગ કર્યો છે. જે સરાહનીય બન્યો છે.
કઈ રીતે આવ્યો યુવાનને પર્યાવરણની જાળવણીનો…
પોતાના પરિવારમાં પિતા ઈજાગ્રસ્ત દિપડા સહિત અન્ય વન્યજીવોને બચાવવા માટેના પ્રયત્નો કરે છે પર્યાવરણ બાબતે જાગૃતિ સમગ્ર પરિવારમાં હોવાના કારણે તેમના પ્રેરણાથી આ યુવાનને માટીના ગણેશ પ્રતિમા બનાવી એમાં બીજ મૂકીને કુંડામાં વિસર્જિત કરવાનો વિચાર આવ્યો.

પ્રથમ વખત ગણપતિદાદાની જાતે બનાવી પ્રતિમા એમાં પણ મળી સફળતા..
દસમા ધોરણમાં ભણતો યુવાન તત્વ મહેતાએ પ્રથમ વખત ગણપતિ દાદાની પ્રતિમા બનાવવાનો પ્રયાસ કર્યો હતો પોતે ખેતરમાં જઈને માટી લઈ આવ્યા હતા અને મહા મહેનતે પાંચ દિવસની મહેનત બાદ ગણેશ દાદાની પ્રતિમા બનાવવામાં સફળતા મળી હતી જેમાં પરિવારના સભ્યોએ પણ મદદ કરી હતી. 
યુવાને કરેલો પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતો પ્રયોગ સૌ કોઈ માટે પ્રેરણાદાયી…
15 વર્ષીય યુવાન તત્વો મહેતાએ પોતે પોતાના હાથથી ગણપતિ બનાવ્યા અને ઘરના કુંડામાં જ વિસર્જિત કર્યા. એમાં બીજ ઉમેર્યા હતા જે ઊગી નીકળશે જ જે પોતાના ઘરના કુંડામાં વપરાશે. પરિવારના સહયોગથી કરેલો નવો જ અભિગમ પર્યાવરણની જાળવણીમાં મહત્વનો બની રહેવાનો છે અને સમાજ માટે એક જાગૃતિનો સંદેશો આપતો પ્રયોગ બની રહેવાનો છે.

