સ્વચ્છતા હી સેવા -૨૦૨૪:નવસારી શહેરમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનો પ્રારંભ

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા ના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી આજે તા.૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજયમાં શરૂ થઇ રહયો છે.

જે અન્વયે આજરોજ નવસારી-વિજલપોર નગરપાલિકા આયોજીત નવસારી શહેરના પૂર્ણા નદીના કાંઠે વિરાવળ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે તેમની સાથે નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનલબેન દેસાઇ, પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આજે સમગ્ર રાજયમાં યોજાઇ રહયો છે. ત્યારે આપણે સૌના સહિયારા પ્રયાસથી નવસારી નગરને સ્વચ્છ બનાવવા સંકલ્પબધ બનીએ. રોટરી કલબ નવસારી દ્વારા ગણેશ વિસર્જન અવસરે શ્રી ગણપતિજીના પૂજાપો, નાળિયેર, શણગાર અલગ અલગ કરી સ્વચ્છતા અભિયાનમાં વિશેષ સહયોગ આપી રહયાં છે. નગરજનોએ સૂકો અને ભીનો કચરો અલગ કરીને જનભાગીદારીથી શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા સૌને અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં ચીફ ઓફિસર જે.યુ.વસાવાએ મહેમાનોને આવકારી, સ્ચ્છતા હી સેવા વિશે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે સ્વચ્છતા હી સેવા અંગેની ફિલ્મ સૌએ નિહાળી હતી. તેમજ સ્વચ્છતા જાળવવા અંગે સૌએ શપથ લીધા હતાં. આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.

સૌના સહિયારા પ્રયાસથી નવસારીઓએ નગરને સ્વચ્છ બનાવીશું: નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *