નવસારી નારણ લાલા કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ હવન નું આયોજન થયું
- Local News
- October 6, 2024
- No Comment
નવસારીના પ્રાચીન કાળના જમાનાથી આ જ પર્યંત દેશના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગોમાં પ્રદાન કરનાર નારણ લાલા પરિવારના મહેશ કંસારા અને પરિવારજનો દ્વારા એરુ ચાર રસ્તા ખાતે 26 કરતા વધુ વર્ષોથી શૈક્ષણિક સેવાઓ થઈ રહી છે 26 સાલ પહેલા નવસારીમાં માત્ર આર્ટસ કોમર્સ સાયન્સ અને લો કોલેજ સિવાય બીજી ફેકલ્ટીઓ નહીં હતી ત્યારે નારણ લાલા પરિવારના મહેશ કંસારા અને બંધુ ત્રિપુટીઓ નવસારીમાં કંઈક વિશેષ શિક્ષણ અભ્યાસક્રમ આવે એ માટે વિશાળ શૈક્ષણિક સંકુલ શરૂ કર્યું હતું.

જે આજે ઉદ્યોગ માટે નહીં પણ સેવા માટે શૈક્ષણિક સંકુલ એમ અનેક ફેકલ્ટીઓનું સંયોજન શૈક્ષણિક સંસ્થામાં થવા સાથે સુંદર એવી શાળા પણ ચાલે છે આ સંસ્થાના આધ્યાત્મિક ટ્રસ્ટ તથા સ્ટાફ દ્વારા નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન થયું હતું આ યજ્ઞમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા સર્વશ્રી ગૌતમ મહેતા અજય દેસાઈ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા