વાંસદામાં વધુ એક દીપડી પાંજરે પુરાઈ: ૧૦ દિવસમાં ત્રણ હુમલાની ધટના બાદ વનવિભાગે બે દિપડી પાંજરે પુરાતા લોકોએ રાહત શ્વાસ લીધો
- Local News
- October 6, 2024
- No Comment
નવસારી જિલ્લાના વાસદા તાલુકા દસ દિવસ અગાઉ પ્રથમ મોટી વાલઝર ખાતે બાળકી ઉપર હુમલો થયો હતો ત્યારબાદ ત્રણ દિવસ બાદ ઉપસળ બંને ગામોમાં બે બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો એ ઘટનાની ત્યારે સહી સુકાઈ નથી ત્યારે વાંસદા તાલુકાના સીંગાડ ગામે પુખ્ત વયના યુવક ઉપર ગઈકાલે વહેલી સવારે હુમલાની ઘટના બનવા પામી છે. મોટી વાલઝર ખાતે વન વિભાગ દ્વારા 20 જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા જેમાં આજે વહેલી સવારે એક દીપડી અંદાજે એકથી બે વર્ષની પાંજરે હતો. વન વિભાગની આ અંગે જાણ કરાતા વન વિભાગ દ્વારા આ દિપડીનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ડાંગ જિલ્લાના નવતાળ ખાતે બનાવવામાં આવેલ રેસ્ક્યુ સેન્ટર ખાતે આ દીપડીને મોકલી આપવામાં આવેલ છે

દિપડાના હુમલા બચવા લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી
નવસારી જિલ્લામાં દીપડા અને માનવ વચ્ચે ઘર્ષણ દિવસે સતત વધારો નોંધાયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો તેમજ ખેતીમાં કામ કરનારા લોકોએ દીપડાના હુમલાથી બચવા નાના બાળકો એકલા નહિં મુકો વાંકા વળી કામકાજ દિપડાઓ પોતાનો શિકાર સમજી બેસે છે અને માણસો ઉપર હુમલો કરે છે થોડી થોડી વારે ઉભા થઈ કામગીરીઓ કરો જેથી દિપડા તેની કરતા હાઈટ વાળા વ્યક્તિને જોખમકારક સમજી હુમલો કરવાનું ટાળે છે.સાંજના સમયે નાના બાળકો ને એકલા રમવા ન મોકલો.

ખેતરમાં કામકાજ કરવા જતા પહેલા ફટાકડા ખેતરની પાળ અથવા રસ્તાઓ ઉપર ફોડો જેથી અવાજ કારણે દિપડો ખેતરમાં હશે તો તે ત્યાંથી નીકળી જશે.ખેતીમાં વાવણી કે કાપણી કરતી વખતે ગીતો વગાડો અથવા થાળી અને વગાડો તો પણ દિપડાઓ હશ તો બહાર નીકળી જશે. આપના પશુઓ ગાય, ભેંસ તેમજ બકરાઓ ખુલ્લામાં ન બાંધી રાખો, છાપરા નીચે અથવા ગ્રીલ કરેલ શેડ આજુબાજુ લાઈટ ચાલુ રાખો અથવા સળગતી ચીજવસ્તુઓ કરો જેથી પાળતુ પશુઓ હુમલો મહદ અંશે બચાવી શકાય. માંસમચ્છી સાફસફાઇ કે બનાવ ખાધા બાદ નકામી વસ્તુઓ જેવા કે હાડકા, ભીંગડા તેમજ કાંટા વિગરે ઘરથી દૂર નાંખો અથવા ઉંડો ખાડો કરી દાટી દો જેથી તેની ગંધ થકી દિપડાઓ ઘર નજીક ન આવી જાય. તેમજ ઘરની બહાર સુવાનું ટાળો

દક્ષિણ ગુજરાત ખેડૂતો શેરડી વાવેતર મોટા પ્રમાણ કરવામાં આવે દિપડાઓને રહેવા માટે શેરડી આદર્શ સ્થાન છે. સુરગ મીલો તેમજ ખેડૂતો ખાસ વિનંતી શેરડી કાપણી પહેલા જે લોકો શેરડી સળગાવે છે તે બંધ કરો જો શેરડી ચારે બાજુ સળગાવશો તો અમે રહેલા બચ્ચા દાઝી જશે કે સળગી મરી જશે તો બચ્ચો માટે દિપડી રઘવાઈ બંને તો લોકો ઉપર હુમલો કરતી થઈ શકે તેમજ અન્ય વન્યજીવો પણ દાઝવા કે સળગી જવાના કિસ્સાઓ બની શકે છે

આપના ઘર કે ગામમાં દિપડાઓ કે અન્ય વન્યજીવો દેખાય તો સ્થાનિક વનવિભાગ કે એન.જી.ઓ સભ્યો ને જાણ કરો અથવા ગુજરાત રાજ્ય વન વિભાગે મદદ માટે હેલ્પલાઈન નંબર ટોલ ફ્રી નંબર 1800-233-2636 અથવા+918320002000 અથવા 1926 નંબર શરૂ કર્યા છે તો અહિં સંપર્ક કરો.