પડતર પ્રશ્નો ઉકેલ ન આવે તો ક્વોરી ઉદ્યોગ બંધની ચીમકી: ક્વોરી ઉદ્યોગને લગતા પાયારૂપ પ્રશ્નોનું વારંવાર રજુઆત છંતાય હકારાત્મક નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ નવસારી કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યું

પડતર પ્રશ્નો ઉકેલ ન આવે તો ક્વોરી ઉદ્યોગ બંધની ચીમકી: ક્વોરી ઉદ્યોગને લગતા પાયારૂપ પ્રશ્નોનું વારંવાર રજુઆત છંતાય હકારાત્મક નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ નવસારી કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યું

ગુજરાત રાજ્યમાં કવોરી ઉદ્યોગને લગતા પાયારૂપ પ્રશ્નોનું વાંરવાર સંબધિત આફિસોમાં જરૂરી રજૂઆત છંતાય હકારાત્મક નિરાકરણ આજદિન સુધી ન આવતાં આજે નવસારી જિલ્લાના ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને આવેદન આપીને પોતાની વ્યથા તેમની સમક્ષ ઠાલવી હતી સાથે જો આગામી 26 ઓક્ટોબર સુધી નિરાકરણ ન આવે તો નવસારીની તમામ ક્વોરી બંધ થશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

ગુજરાત રાજ્યમાં આવેલી ક્વોરી ઉદ્યોગમાં હાલમાં પર્યાવરણીય મંજુરી અને ખાણકામ આયોજન (Environment Clearance & Mining Plan) કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 50% થી વધુ ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ (ATR) બંધ કરી ઉદ્યોગ ને બંધ કરવામાં આવેલ છે. આ મામલે સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકી નથી. જેથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારની 60 ટકા જેટલી લીઝને રોયલ્ટી એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. તેથી આ મામલે રાજ્ય સરકાર હકારાત્મક પગલાં લે તે માટે રાજ્યના ક્વોરી એસોસિયેશન દ્વારા ૨ ઓક્ટોબરથી રાજયમાં 2000 જેટલી કવોરી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં તમામ ઉદ્યોગ રાબેતા મુજબ હાલ કાર્યરત છે. પરંતુ ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગને સમર્થન આપવા માટે આજે નવસારી જિલ્લાના કવોરી ઉદ્યોગ એસોસિએશન ના સભ્યો નવસારી કલેક્ટર કચેરીએ હાજર રહીને પોતાના પડતર પ્રશ્નો હકારાત્મક ઉકેલ આવે તે માટે માંગ સાથેનું આવેદન પત્ર કલેક્ટર ને સુપરત કર્યું હતું.

ક્વોરી ઉધોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અગાઉ વારંવાર રજુઆત કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી હકારાત્મક નિકાલ આવેલ નથી. અગાઉ તા. ૩/૦૧/૨૦૧૧, તા. ૧૯/૧૨/૨૦૧૬ ત્યારબાદ તા.૦૬/૧૨/૨૦૧૮ તથા ૧૭/૦૫/૨૦૨૨ માં સરકાર દ્વારા કમિશ્નર ની સહી થી લેખિતમાં બાંહેધરી આપવામાં આવેલ હતી પરંતુ ર વર્ષ થી વધુ નો સમય થયો હોવા છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવેલ નથી.

 

હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 60% થી વધુ ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગ પ્રભાવિત થયો છે. આગામી 26મી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર કોઈ હકારાત્મક ઉકેલ ન લાવે તો સમગ્ર ગુજરાતની 2000 જેટલી ક્વોરી ઉદ્યોગ બંધ થશે તેવી ચીમકી એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જેની સીધી અસર ક્વોરી સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગ અને વેપાર ઉપર થઈ શકે તેમ છે. તેમજ તમામ સરકારી અને ખાનગી બાંધકામો સહિત અન્ય ઉદ્યોગ ઉપયોગ આવતી ચીજવસ્તુઓ ઉપર પડશે.  ક્વોરી ઉદ્યોગના પર્યાવરણને લગતા નિયમોમાં રાજ્ય સરકાર હળવાશ લાવે તેવી માંગ પણ નવસારી ક્વોરી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *