સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝીબીશન’: આગીયા સહિત વિવિધ પશુ પક્ષીઓના ૧૦૦ જેટલા ખાસ ફોટોએ નાગરિકોના મનમોહ્યા

સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝીબીશન’: આગીયા સહિત વિવિધ પશુ પક્ષીઓના ૧૦૦ જેટલા ખાસ ફોટોએ નાગરિકોના મનમોહ્યા

રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ વધે તથા બાળકો, વિધાર્થીઓ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત નાગરિકો વન્ય પ્રાણીઓ, પક્ષીઓ વિશે વધુ જાણકારી મેળવી શકે તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ નવસારી, સૂપા રેન્જ દ્વારા ૦૬ ઓક્ટોબર સુધી નવસારીના લુંસિકૂઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝીબીશન’નું સુદ્રઢ આયોજન કરાયુ છે. આજરોજ નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને આ એક્ઝીબીશનનો ભવ્ય શુભારંભ કરાયો હતો.

આ એક્ઝીબીશનમાં સમગ્ર ગુજરાતના અંદાજિત ૩૬ જેટલા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે ગુજરાતના ખૂણે ખૂણેથી કેમેરામા ક્લિક કરાયેલા અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓના ફોટોઝની ૨૦૫ જેટલી એન્ટ્રીઓ મોકલવામાં આવી હતી. જેમાંથી પસંદગી પામેલી ૧૦૦ ખાસ ફોટોગ્રાફ્સને કાર્યક્રમમા પ્રદાર્શિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મીનલબેન દેસાઈ, નગરપાલિકા પ્રમુખ ,પ્રતિભાબેન આહીર નવસારી તાલુકા પ્રમુખ ,ભાવના બી.દેસાઈ ડીસીએફ નવસારી,ડો. મીનલ ટંડેલ ડિન ફોરેસ્ટ્રિ કોલેજ નવસારી ,ડો.આદિલ કાઝી, પ્રોફેસર ફોરેસ્ટ્રિ કોલેજ સહીત વિવિધ પદાધિકારીઓ, શાળા-કોલેજના વિધાર્થીઓ, શહેરીજનો, પ્રકૃતિ પ્રેમીઓ, જિલ્લાની વિવિધ એન. જી. ઓ.સામાજિક વનીકરણ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને ફોટોગ્રાફર્સ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને એન જી ઓ ના સદસ્યો ને પ્રમાંણપત્ર આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમને સુપેરે પારપાડવા સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ હિનાબેન સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ એક્ઝીબીશન આગામી તા.૦૬ ઓક્ટોબર સુધી નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે માણી શકાશે. જેનો મહત્તમ લાભ લેવા સામાજિક વનીકરણ વિભાગ નવસારી સૂપા રેન્જ દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *