નવસારી ના પૂર્વમાં આવેલ વાંસદા પંથકમાં ફરી એકવાર દિપડાના હુમલા કર્યો, નવ દિવસમાં ત્રીજી વખત દિપડાના હુમલાનો ભોગ બન્યા
- Local News
- October 5, 2024
- No Comment
નવસારી જિલ્લો દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનવા સાથે ગ્રામજનોઓ માટે હવે સલામતીનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. દિવસ દિવસે નવસારી જિલ્લામાં માનવ અને દિપડાઓ વચ્ચે ઘર્ષણના બનાવોમાં વધારાની સાથે છેલ્લા નવ દિવસોમાં દીપડાના હુમલાની ત્રણ ઘટના સામે આવી છે. ઘટનાથી હવે નવસારી જિલ્લાના ગ્રામજનોમાં સાંજના સમયે બહાર નીકળવાનો ભય અનુભવી રહ્યા છે.

નવસારી જિલ્લા ના વાંસદા તાલુકામાં મોટીવાલઝર તેમજ ઉપસળ દિપડાના બે બાળકીઓ પર હુમલો કર્યો હતો તે બે દિવસ અગાઉ હજુ પાંજરે દિપડી પુરાઈ હતી. ત્યારે ફરી એકવાર વાંસદા તાલુકાના સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ પર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો. જેમને સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વાંસદા પંથકમાં બે દિવસ અગાઉ દીપડી પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફરીવાર હુમલાની ઘટના બનતા લોકોને ભયના ઓથાર હેઠળ લાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા થયેલા હુમલા બાળકીઓ પર હતા જ્યારે આ વખતે પુખ્યવ્યના વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો છે. તેથી લોકોએ ચેતીને રહેવાની જરૂરત ઊભી થઈ છે.
નવસારી જિલ્લામાં રાજ્ય સરકાર તેમજ વનવિભાગે હવે નવસારી જિલ્લામાં દિપડા અને માનવ વચ્ચે ઘર્ષણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે દિપડાઓ માટે જંગલો પૂરતા પ્રમાણ ભોજન તેમજ પાણી વ્યવસ્થાઓ ઉભી કરવી રહી તેમજ ડાંગ તેમજ નવસારી માં આછા થયેલા જંગલો ફરી એકવાર ગાઢ બનાવવા સાથે તેના પર નભતા પ્રાણીઓ સંખ્યા વધારો કરી શકાય તે માટે હવે પગલા ભરવા રહ્યા. તેમજ નવસારી,ડાંગ,વલસાડ,તાપી જિલ્લાઓ માં સામાજિક વનીકરણ કે નોર્મલ ડિપાર્ટમેન્ટ સ્ટાફની ઘટ પણ પૂર્ણ કરવા સાથે વન્યજીવો બચાવ સંરક્ષણ માટે સાધનો ઘટ પૂર્ણ કરવા સાથે વનવિભાગ કર્મચારીઓ સાથે સ્થાનિક એન.જી.ઓ જેઓ અવારનવાર જરૂરી ટ્રેનિંગ વ્યવસ્થાઓ પણ કરાવવી રહી
નવસારી વલસાડ જિલ્લા માંથી છૂટા પડ્યાને 27 વર્ષ થયા છંતાય આજ દિન સુધી નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નવસારી,જલાલપોર, ગણદેવીમાં કાર્યરત છે. બીજી તરફ વલસાડ જિલ્લામાંથી નોર્મલ ડિપાર્ટમેન્ટ હાલમાં ચીખલી,ખેરગામ, વાંસદા તાલુકાઓ વન વિભાગ કાર્યરત છે આટલા બધા વર્ષો વલસાડ જિલ્લા છુટા પડ્યા થયા છંતાય રાજ્ય સરકાર કે વન વિભાગ નોર્મલ ડિપાર્ટમેન્ટ નવસારી જિલ્લામાં અલાયદુ બનાવી કે આપી શકી નથી. નવસારી જિલ્લામાં છ તાલુકાનો બને છે જેમાં નવસારી,જલાલપોર, ગણદેવી,ચીખલી, ખેરગામ તેમજ વાંસદા તાલુકાઓ આવેલ છે ત્યારે રાજ્ય સરકાર તેમજ વનવિભાગ નવસારી નોર્મલ ડિપાર્ટમેન્ટ જરૂરી સ્ટાફ તેમજ સાધનો સાથે આપે તેવી માંગ ઉઠવા પામી છે.વન્યજીવો ઉપર બચાવ, સંરક્ષણ અને સંવર્ધન માટે કામગીરીઓ કરતી એન.જી.ઓ સાથે રાખી દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓ વધુમાં વધુ જનજાગૃતિઓ પણ કરાવવી રહી.