નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગાયત્રીબેન તલાટીની ફરી એકવાર નિયુક્તિ થઈ 

નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગાયત્રીબેન તલાટીની ફરી એકવાર નિયુક્તિ થઈ 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાયત્રીબેન તલાટી ફરી એકવાર નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર તરીકે નિયુક્તિ પામ્યા છે. સરકારના ધારા ધોરણ મુજબ નક્કી કરવામાં આવેલી એજન્સી એ.બી. એન્ટરપ્રાઇઝ, મહેસાણા દ્વારા ઈન્ટરવ્યુની પ્રક્રિયા રાખવામાં આવી હતી. જેમાં ગાયત્રીબેન તલાટી જેઓ યોગક્ષેત્રમાં ૧૭ વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે અને યોગમાં એમ.એસસી ની ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા નવસારી, શહેર અને તાલુકા વિસ્તારની જવાબદારી સંભાળતા હતા. લગભગ બે લાખથી વધુ લોકોને યોગ સાથે જોડ્યા હતા. તેમણે ૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો નવસારી જિલ્લામાં કરાવ્યા છે. ૫૦૦ યોગ ટ્રેનરો તૈયાર કર્યા અને ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ નવસારી જિલ્લામા શરૂ કર્યા છે.

યોગ આ ઉત્કૃષ્ટ કામગીરી અને યોગ ક્ષેત્રનો અનુભવના આધારે એબી એન્ટરપ્રાઇઝ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફરી નવસારી જિલ્લાની જવાબદારી ગાયત્રીબેન તલાટીને સોંપવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એમ્પીરીયન હોટેલ, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.ગાયત્રીબેનને સંપૂર્ણ યોગ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *