ભાદરવો ભરપૂર: રાજ્યના અનેક જિલ્લામાં કડકા ભડાકા સાથે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ, ગુજરાતવાસીઓને ભયંકર બફારામાંથી રાહત મળી
- Local News
- September 25, 2024
- No Comment
રાજયમાં અત્યંત બફારાની વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદ પડવાની શરૂઆત થઈ છે તો આ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને પગલે ગુજરાતવાસીઓને ભયંકર બફારામાંથી રાહત મળશે.નવસારીમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

નવસારી બપોર પછી વાતાવરણમાં પલ્ટો ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 33.2 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે આજે પણ વહેલી સવારથી જ નવસારી શહેર સહિત વહેલી સવારથી જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણમાં અને બફારો સાથે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીમાં ભાદરવો ભરપૂર સાથે શહેર સહિત જિલ્લાભરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂઆત થઈ હતી. હાલ લખાઈ રહ્યું છે ત્યારે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે.બપોર બાદ સતત વરસાદ વરસતા ગરમીથી રાહત અનુભવાઇ હતી.વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી જતા દક્ષિણ ગુજરાતવાસીઓ હાશકારો અનુભવ્યો છે
બંગાળનીખાડીમાં એક્ટિવ થયેલી સિસ્ટમ નબળી પડી ગયું છે ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તે ધીમું પડી ગયું છે. જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને કારણે આવતીકાલ એટલે કે, 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેને લઈ માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

ભાદરવો ભરપૂર ખેડુતોમાં ખુશી છવાઈ
રાજયના જુદા જુદા વિસ્તારમાં વરસાદ થવાના કારણે ખેડુતોએ ખુશી છવાઈ ગઈ છે.ભાદરવાનો વરસાદ ખેડૂતો માટે રાહત આપનારો હોય છે. ચોમાસુ પૂર્ણ થવાના આરે છે, ત્યારે વરસાદનો ભાદરવા મહિનાના વરસાદ ડાંગર પકવતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાઈ આ વરસાદ કારણે ડાંગર છોડમાં કણકી માં વરસાદ વરસતા મબલખ પાક ઉત્પાદન થશે તેવી આશાઓ વ્યક્ત કરાઈ છે
નવસારીમાં બપોર બાદ વરસાદ :
નવસારી જિલ્લામાં બપોર બાદ ગાજવીજ વિજ સાથે વરસેલા વરસાદ આ મુજબ છે ડીઝાસ્ટર મામલતદાર ઓફિસ દ્વારા માહિતી અનુસાર નવસારી જિલ્લાના નવસારી,જલાલપોર, ગણદેવી,ચીખલી, વાસંદા તાલુકામાં વરસેલા આ પ્રમાણે છે. નવસારી તાલુકામાં 1.64 ઈંચ, જલાલપોર તાલુકામાં 1 ઈંચ, ગણદેવી તાલુકામાં 2 ઈંચ, ચીખલી તાલુકામાં 9 એમ એમ અને વાંસદા તાલુકામાં 7 એમ એમ વરસાદ નોંધાવા પામ્યો છે


