
આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી,સુરખાઈ ખાતે યોજાશે
- Local News
- September 25, 2024
- No Comment
ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી.
કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારીઓ જનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા હતા. આ ઉપરાંત આગામી ૨૭મીના યોજ યોજાનાર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ, સ્ટેજ પરથી લાભાર્થીઓને કીટ વિતરણ, વિવિધ વિભાગોના સ્ટોલ, લાભાર્થીઓના પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકાર઼ઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા, લાભાર્થીઓને જરૂરી સુવિધાઓ મળી રહે, લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળે લાવવા-લઇ જવાની વ્યવસ્થાઓ, બેઠક વ્યવસ્થા, કીટ વિતરણ, પાર્કિંગની સુવિધા, પીવાના પાણીની સુવિધા, જમણવાર, સલામતી અને સુરક્ષા જાળવવા, શૌચાલય, વાહન વ્યવહાર સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.