નવસારીની શીવ ફુડ પ્રોડકસની ફેક્ટરીમાં નવસારી એલસીબી પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કર્યો,અખાદ્ય ઘી નું ઉત્પાદન થતું હોવાની શંકા

નવસારીની શીવ ફુડ પ્રોડકસની ફેક્ટરીમાં નવસારી એલસીબી પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કર્યો,અખાદ્ય ઘી નું ઉત્પાદન થતું હોવાની શંકા

નવસારી જિલ્લાના ઓંણચી ગામની સીમમાં દેડેશ્વર પાટીયા પાસે શીવ ફુડ પ્રોડકસ માં સુંખવત નામનું શંકાસ્પદ ઘી નું ઉત્પાદન સાથે સંકળાયેલી ફેકટરીમાં નવસારી એલસીબી પોલીસે તપાસ કરી હતી.દેશી ગાયનું ઘી ના કારોબાર સાથે સંકળાયેલી ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સામાન્ય રીતે આપણે ઘી ને શક્તિવર્ધક અને પોષણયુક્ત ખોરાક તરીકે આરોગીએ છે પણ તમે સીલપેક ટીનમાંથી પણ અખાદ્ય પદાર્થ આરોગી સ્વસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય તો નવાઈ નહીં? આવોજ એક શંકાસ્પદ મામલો નવસારીમાં સામે આવ્યો છે. નવસારી જિલ્લામાં નકલી ખાદ્ય ચીજવસ્તુઓ ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ રોક લાવવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે નવસારીની એલ.સી.બી ટીમે દેશી ગાયનું ઘી ના વેપાર સાથે સંકળાયેલી ફેકટરીમાં તપાસ હાથ ધરી ઘી ની ગુણવત્તા શંકાસ્પદ લાગી હતી

નવસારી જિલ્લાના ઓંણચી ગામની સીમમાં દેડેશ્વર પાટીયા પાસે શીવ ફુડ પ્રોડકસ ફેકટરીમાં સુંખવત નામનું  દેશી ગાયનું ઘી ઉત્પાદન સાથે સંકળાયેલી ખાદ્ય પદાર્થની ફેકટરી ચાલતી હોવાની બાતમી નવસારી એલસીબી પોલીસને બાતમી મળતાં પીએસઆઈ એસ.વી.આહીર તથા સ્ટાફ સાથે તપાસ કરી હતી.પોલીસ ફેકટરીમાં પહોંચી ત્યારે ફેકટરીમાં દેશી ગાયનું ઘી નો ખુબ મોટો જથ્થો મળી આવ્યો હતો.આ જોઈ પોલીસે શંકા અનુભવી હતી.

એવી શંકા છે કે હલકી ગુણવત્તાના મટીરીયલ ભેળવી દેશી ગાયનું ઘી તૈયાર થતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવી રહી છે.નવસારી એલસીબી પોલીસ ટીમને આ દેશી ગાય ઘીના જથ્થો નકલી હોવાની શંકા જતાં નવસારી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ હતી.

નવસારી જિલ્લાના ઓંણચી ગામની સીમમાં દેડેશ્વર પાટીયા પાસે શીવ ફુડ પ્રોડકસ ફેકટરીમાં બનાવટી ઘી નો જથ્થો પોલીસે પકડી પાડયો છે નવસારી જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. નવસારી જિલ્લામાં નકલી અખાદ્ય ચીજવસ્તુઓના ગોરખધંધા વાંરવાર સામે આવતા રહ્યા છે. નકલી પનીર, નકલી મસાલા, નકલી તેલ બાદ વધુ એક વખત બનાવટી ઘી નો જથ્થો નવસારી પોલીસે પકડી પાડયો છે. આ કામગીરીને લઈને નવસારી જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વધુ એક વખત ઊંઘતું ઝડપાયું છે.

જ્યાંથી મોટી માત્રામાં બનાવટી ઘી પોલીસને મળી આવ્યું હતું. નવસારી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘી ના સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.જોકે આ ઘી ના સેમ્પલ રીપોર્ટ આવ્યા બાદ માલૂમ પડશે કે આ ઘીમાં કોઈ મિલાવટ છે કે કેમ.?જોકે આ બનાવમાં નવસારી જિલ્લા ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઊંઘતું ઝડપાયું છે.

નવસારી એલસીબી ટીમ ધ્વારા શીવ ફુડ પ્રોડકસ નામની ફેકટરીમાં તા.જિ.નવસારી ખાતેથી (૧) વિકી રાજેશભાઈ ચોખાવાલા, ઉ.વ.૨૬ તથા (૨) લવ રાજેશભાઈ ચોખાવાલા, ઉ.વ.૨૩ બન્ને રહેવાસી. ફ્લેટ નંબર- ૯૦૪, રાશી એલેકસા એપાર્ટમેન્ટ, રાજહંશ કોરલની બાજુમાં તા.જિ.નવસારી. મુળ રહે.ડીસા ગામ, જોગકૃપા સોસાયટી, તા.ડીસા, જિ.બનાસકાંઠાનાઓની શીવ ફુડ પ્રોડકસ ફેકટરીમાં શંકાસ્પદ દેશી ગાયનું ઘીના ડબ્બાઓ,સ્ટીકર, કારટુન,પ્લાસ્ટિકની બરણીઓ,ખાલી પૂઠ્ઠાઓ,બનાવટી ઘી 3133.98 કિલોગ્રામ જેની કિંમત 14,94262 સહિત ધી બનાવવાની સાધન સામ્રગી તથા પામોલીન તેલનો જથ્થો મળી 25,12,698 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.પોલીસે સેમ્પલ ના રિપોર્ટ સુધી તમામ મુદ્દામાલ સિલ કરેલ છે.

આ બનાવટી ધી અંગે ના કેસમાં નવસારી એલસીબી પી.આઈ વી.જે.જાડેજા, પીએસઆઇ વાય.જી.ગઢવી,પીએસઆઇ એસ.વી.આહીર, પીએસઆઇ આર.એસ.ગોહિલ,એએસઆઇ દિગ્વિજયસિંહ જગતસિંહ, હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારણસિંહ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કિશોરસિંહ, કોન્સ્ટેબલમહેશભાઇ રામજીભાઇ, કોન્સ્ટેબલ અર્જુનભાઈ હર્ષદભાઇ, કોન્સ્ટેબલ અવિનાશસિંહ જગજીતસિંહ, કોન્સ્ટેબલ કુલદીપસિંહ વિક્રમસિંહ ધ્વારા સારી કામગીરી કરી છે.

ગાયનું ઘી ખાનારાઓ થઈ જાવ સાવધાન: નવસારી બારડોલી જોડતા સ્ટેટ હાઇવે પર આવેલ ફેક્ટરીમાંથી 14 લાખનું બનાવટી દેશી બનાવટી ગાયનું ઘીનો જથ્થો સીઝ કર્યો

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *