બળબળતા રણમાં અનેક પુષ્પો ખીલી ઉઠે અને રણને બાગ બાગ થવાનો જે આનંદ થાય તે સયાજી લાઈબ્રેરીમાં આવીને હું અનુભવું છું: મુંબઈના જાણીતા કલાકાર દિલીપ રાવલ

બળબળતા રણમાં અનેક પુષ્પો ખીલી ઉઠે અને રણને બાગ બાગ થવાનો જે આનંદ થાય તે સયાજી લાઈબ્રેરીમાં આવીને હું અનુભવું છું: મુંબઈના જાણીતા કલાકાર દિલીપ રાવલ

ગુજરાત અને દેશની જાણીતી અને એક યુનિવર્સિટી કરતાં કરતાં પણ વ્યાપક સઘન અને સર્વાંગી કેળવણી આપતી આવતીકાલના સક્ષમ નાગરિકો તૈયાર કરતી સયાજી વૈભવ લાઇબ્રેરી એ બાળ જગત અને યુવા જગત માટે માતાની મમતા અને પિતાનું વાત્સલ્ય છે સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા વેકેશનના 35 થી 40 દિવસ બાળકોને શું આપી શકાય એ માટે વેકેશન વાંચોનોત્સવ નો ભગીરથ કાર્યક્રમ સયાજી લાઇબ્રેરીના પ્રમુખ અને નવસારીના ઉમદા મહાજન પ્રશાંત નરેન્દ્ર પારેખના નેતૃત્વમાં વરિષ્ઠ ટ્રસ્ટી જય પ્રકાશ મહેતા ઉપપ્રમુખ પરેશ રણજીત રાય રાઠોડ આગેવાન મહિલા કાર્યકર અને મંત્રી એવા શ્રીમતી માધવી રાજુ શાહ અને ખજાનચી દિપક પરીખ તથા સક્રિય કાર્યકરોના સથવારે સફળ રીતે ઉજવાયો હતો.

આ કાર્યક્રમમાં આવા જમાનામાં ધોમ ધખતા ઉનાળામાં મામા ફોઈના ઘરે જવાની પ્રથાઓ બંધ પર્યટક સ્થળો હાઉસફુલ ત્યારે નવસારીના બાલ જગતની આંગળી કોણ ઝાલે હાલરડા કોણ ગાય એવી માતાનું માતૃત્વ ક્યાં આપી શકાય ખપે ઉચકતા પિતાનું વાત્સલ્ય ક્યાં આપી શકાય એનું મનન ચિંતન કરી સાથો સાથ બાળકો મોબાઇલ થી દૂર થાય એનું સર્વાંગી લાલન પાલન થાય એ માટે પુસ્તક વાંચન નાટક દ્વારા અભિનય કહેવતોની અલ્લાબેલી રમત અસરકારક વક્તવ્ય અને સંસ્કૃતિના જતન સંવર્ધન સાથે જ્ઞાન અને વિજ્ઞાનના સંબંધ ના પ્રોજેક્ટ સયાજીના સંચાલકોએ ગુથી કાઢ્યા હતા આ વેકેશન ના આ મહોત્સવમાં કેટલાક બાળકોએ 50 થી માંડીને 125 જેટલા પુસ્તકો માત્ર વાંચ્યા નહીં પણ પચાવ્યા અને સાથોસાથ યોગ નાટક કહેવતો અને પ્રાચીન થી માંડી અર્વાચીન સંકલનમાં સક્રિય ભૂમિકા દાખવી આવતીકાલનો નાગરિક કેવો હોઈ શકે એની પાપા પગલીમાં છબછબીયા કર્યા હતા

મુખ્ય મહેમાન અને જાણીતા કલાકાર વક્તા એવા મુંબઈ સ્થિત ગુજરાતી દિલીપભાઈ રાવલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે કંઈક નવું ન કરે તો નવસારી નહીં આ લાઈબ્રેરી સમગ્ર પશ્ચિમ ભારતની દીવાદાંડી છે આજનું આ નવસારીનું બાલજગત આવતીકાલના ભારતનું વિશ્વભર નું પ્રતીક પ્રેરણા અને ઉદાહરણ બની રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે સયાજી વૈભવ લાઇબ્રેરી ની ઠેક ઠેકાણે ફ્રેન્ચાઇઝી હોવી જોઈએ અહીં મને માતાનું હાલરડું સંભળાય છે અને પિતાનો વાત્સલ્યનો ખભો દેખાય છે લાલન પાલન કરતી આ લાઇબ્રેરી મા બાપ જેટલી જ આ ધરતી માટે મહામૂલી અને ઉમદા છે

આ પ્રવૃત્તિઓનો પ્રસન્નચિત અભિવ્યક્તિ સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના જાણીતા કલાકાર અને લેખક દિલીપભાઈ રાવલ તથા ગ્રામ્ય સેવામાં આખું જીવન સમર્પિત કરી ચૂકેલી ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ની તબીબ દંપતિ ડોક્ટર અશ્વિન શાહ અને હર્ષાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આરંભે આવકાર સયાજી વૈભવ લાઇબ્રેરીના પ્રમુખ પ્રશાંત પારેખ દ્વારા તેમજ કાર્યક્રમનો અહેવાલ મંત્રી શ્રીમતી માધવી રાજુ શાહ દ્વારા અને મંચસ્થ ઉપપ્રમુખ પરેશ આર રાઠોડ જયપ્રકાશ મહેતા દિપક પરીખ દ્વારા આ ભગીરથ પ્રોજેક્ટમાં ઉમદા સમર્પણ અને સક્રિયતા દાખવનાર સર્વશ્રી પિયુષ ભટ્ટ સ્વાતિ શેખર પરીખ કિર્તીદા વૈદ મુક્તિ પટેલ ઉમાબેન ભટ્ટ નીરા પંડ્યા વિગેરેનું અભિવાદન થયું હતું

 

બાળ વિદ્યાર્થી બેલડી યશશ્રી રાવિકર તથા બાળક તીર્થ ચિલ્વેરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું અદભુત સંચાલન થયું હતું બાલ જગતના તેજસ્વી સિતારા પ્રિઝલ ઉનડકટ, વિધાન પરમાર,પર્લ લાડ, રોશની ભારતીય, દર્શના રાણા વિગેરેને ઉમદા પ્રદાન બદલ આભૂષિત થયા હતા.

સત્યમ શિવમ સુન્દરમ એવા આ કાર્યક્રમ ડોક્ટર અશ્વિન શાહે બિરદાવી સયાજી વૈભવ લાઇબ્રેરી ટીમની પીઠ થાબડી હતી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *