નવસારીની રોટરી ક્લબનો 83 માં વર્ષના પ્રમુખ અને ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો
- Local News
- June 24, 2024
- No Comment
રોટરી દ્વારા કાયમી પ્રોજેક્ટ રોટલી આઈ હોસ્પિટલ દેશની ટોપ ટેન માની એક હોસ્પિટલ છે અને જ્યોતિબા ફિઝિયોથેરાપી સેન્ટરમાં સેકડો દર્દીઓ નજીવા દરે વ્યાપક લાભ લે છે
નવસારીની જાણીતી અને 83 વર્ષ જૂની રોટરી ક્લબ ના નવા પ્રમુખ હિતેશ શાહ અને સેક્રેટરી ધવલ સંજય પારેખ અને ટીમ નો શપથવિધિ સમારોહ ડિસ્ટ્રીક ગવર્નર તુષાર શાહના નેતૃત્વમાં વિદાય લેતા પ્રમુખ પિંકલ બા અને મંત્રી ક્રિના વસીના સથવારે યોજાયો હતો.
આરંભે સર્વશ્રી કાંતિલાલ લલ્લુભાઈ શાહ યોગેશ નાયક સંજય દેસાઈ ડોક્ટર રાજેશ મિસ્ત્રી વિસ તાપ કોલા તેમજ ધ્રુવ ભટ્ટ વિગેરે પ્રાસંગિક ભૂમિકા ભજવી હતી.

શપથવિધિ પુરોહિત એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે જણાવ્યું હતું કે યુવાથી માંડીને વૃદ્ધ સભ્યોની આ ટીમમાં સંવેદના અને સંતુલન છે એ માટે સર્વ અભિનંદનના અધિકારી છે છેવાળાના માનવી સુધી પહોંચવાનો તમે બધાએ સફળ પ્રયાસ કર્યો છે એ માટે અભિનંદન અધિકારી છો અને હજુ વરસાદી પાણી સંગ્રહ પર્યાવરણ રક્ષા અને અંતિમ જરૂરત મંદ સુધી અસરકારક પહોંચી સફળ સેવા અને સંતોષ આપણે માણવાનો છે રોટરી આઈ હોસ્પિટલ ને રોટરી ડીસ્ટ્રીક 3060 માંથી આગામી દિવસોમાં રૂપિયા 50000 ડોલર ની સખાવત થશે જેથી અંધાપા સામે લડતનો રોટરીનો પુરુષાર્થ ચાલુ રહેશે રોટરી દ્વારા પોલિયો નાબૂદી કેન્સર ગ્રસ્ત દર્દીઓ મેલેરિયા નાબૂદી જે તે પ્રદેશોમાં અત્ર તત્ર સર્વત્ર થાય છે.

વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્વાન અધ્યાપક લેખક વક્તા અને પીએચડી માર્ગદર્શક ડોક્ટર પરેશ જોશી એ જણાવ્યું હતું કે વર્ગખંડમાં અપાતા શિક્ષણ અને ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ બેની વચ્ચે આપણે સંતુલન કરવાનું છે ભારતની લોકશાહી જીવંત અને વિશાળ યુવા વર્ગ નું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે લોકશાહી તંદુરસ્ત છે જ્યારે અમેરિકા જાપાન ચીન વિગેરે દેશોમાં વૃદ્ધત્વ નું પ્રમાણ આપણને સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે ભારતને વિશ્વના ટોચ ના શિખરે લઈ જવાના પ્રયાસમાં આપણે ઉમદા નાગરિકત્વ સાથે સાથે જ્ઞાન શાણપણ અને નૈતિકતાના ત્રિવેણીના પગથિયે જ પ્રગતિના શિખરો સર કરી શકે છે હવે ની દુનિયા ગતિમાં છે અને માત્ર છ સેકન્ડ ના રિલમાં ડોક્યુ કરી આનંદ માણી લે છે ત્યારે આપણા મહાગ્રન્થો વેદો ઉપનિષદો ને ક્યારે અને કેવી રીતે સમજી શું એની વ્યવસ્થા સમયની માંગ છે.
કાર્યક્રમનું સંચાલન શ્રીમતી નીલમ શાહ અને પૂનમ ચોકસીએ તથા આભાર વિધિ ધવલ સંજય ચોક્સી એ કરી હતી
રોટરી ક્લબ નવસારી દ્વારા ગણેશોત્સવ દરમિયાન 10 ટન પૂજાપાનો સામાન એકત્ર કરી ખાતર બનાવાયું અને રૂપિયા બે લાખની કિંમતની સાત ટન પસ્તી ભેગી કરી સેવાકાર્યક્રમો થયા