સુરતના માંડવી વન વિભાગની મોટી કાર્યવાહી, ગેરકાયદે લઈ જવાયેલ ખેરના લાકડા ઝડપી પાડ્યા

સુરતના માંડવી વન વિભાગની મોટી કાર્યવાહી, ગેરકાયદે લઈ જવાયેલ ખેરના લાકડા ઝડપી પાડ્યા

ખેર એ જંગલના કિંમતી લાકડું તરીકે જાણીતું છે દક્ષિણ ગુજરાતના જંગલના પર્વતીય વિસ્તારોમાં મોટાપાયે ખેરના લાકડા મળી રહે છે. ઉત્પાદન ઓછું અને બજારમાં માંગ વધુ રહેતા ખેરના લાકડા ચોરીની સુરત જિલ્લાના માંડવી રેન્જ ફોરેસ્ટ ઓફિસ વિભાગે મોટો ખુલાસો કર્યો છે.

ખેર એ જંગલના કીમતી લાકડા તરીકે જાણીતું કિંમતી લાકડું છે દક્ષિણ ગુજરાતના જંગલના પર્વતીય વિસ્તારોમાં મોટાપાયે ખેરના લાકડા મળી રહે છે. ઉત્પાદન ઓછું અને બજારમાં માંગ વધુ રહેતા ખેરના લાકડા ચોરીની સુરત જિલ્લાના માંડવી રેન્જ ફોરેસ્ટ ઓફિસ વિભાગે મોટો ખુલાસો કર્યો છે.બજારમાં માંગ વધુ જથ્થો ઓછો મળતો હોવાના કારણે ઊંચા ભાવે વેચાતા ખેરના લાકડા ચોરીના રેકેટ વારંવાર પકડાતા હોય છે. જેમાં સુરત જિલ્લાના માંડવી રેન્જ ફોરેસ્ટર ધ્વારા 2055 ટન જેટલા ખેરના લાકડાની મધ્ય પ્રદેશના અલીરાજપુર થી વન વિભાગે પકડી પાડ્યું છે.

માંડવી વનવિભાગ ખેર ગેરકાયદેસર કેસમાં મોટી કાર્યવાહી

માંડવી દક્ષિણ રેન્જ ધ્વારા 14-6-2024 ના રોજ Gj31 T 7013 ટ્રકને અટકાવી પાસ પરમીટ તથા ટ્રક ની અનામત વૃક્ષ ખેરના લાકડા લઈ જવાતા ટ્રક તથા ટ્રક ચાલક પકડી પાડવામાં આવેલ હતો. જ્યારે લાકડા ક્યાંથી ભર્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા એ મુદ્દે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી.

સુરતના માંડવી દક્ષિણ રેન્જ પકડાયેલ ટ્રક ચાલક મોબાઈલ ફોન કોલની ચકાસણી તેમજ અલગ અલગ જંગલો માંથી જુદી જુદી ટ્રક ખેરના ગેરકાયદે લાકડાઓ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી ખેર લાકડાઓ લઈ જવામાં આવ્યા હોવાની જણાઈ આવેલ અને આ ગુનામાં એક કરતા વધુ લોકોની સંડોવણી હોવાનું બહાર આવેલ હતું

સુરતના સી.એફ ડો.શશીકુમારનું જરૂરી માર્ગદર્શન હેઠળ ડી.સી.એફ આનંદ કુમાર ધ્વારા સુરત જિલ્લાની માંડવી ઉત્તર તથા દક્ષિણ ફોરેસ્ટ વિભાગની એક ટીમે બનાવી ગુજરાત બોર્ડર ઉપર આવેલા અલિરાજપુરના માલવઇમાં સુરતની ફોરેસ્ટ વિભાગની ટીમ અને સ્થાનિક વન વિભાગની ટીમે શાલીમાર એન્ટરપ્રાઇઝ નામક લાકડાના ડેપો ઉપર છાપો માર્યો હતો. આ ડેપોનો માલિક સંચાલન આરીફ નામક યુવક કરી રહ્યો હતો. વનવિભાગ સંયુકત તપાસ દરમ્યાન અંદાજે ૨,૦૫૫ મે.ટન જેની બજાર કિંમત અંદાજે ૫(પાંચ) કરોડ ૧૩(તેર) લાખ ૭૫(પંચોતેર) હજારના ગેરકાયદેસરના મુદ્દામાલને પકડી સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓ સાથે રહી ખેરનો ડેપોને સીલ કરેલ અને રેડ દરમ્યાન ડેપોમાં પાસ પરમીટ વગર ખેરના લાકડાની અનલોડ થતી ગાડી નં. CG-04-HS-9978 તથા GJ- 14-T-3535 ને કબ્જે કરી સ્થાનિક ફોરેસ્ટ અધિકારીઓને સોંપવામાં આવેલ છે

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મસમોટા અનામત વૃક્ષ “ખેર” ના ગેરકાયદેસર લઈ જવાના કેસમાં મોટી સફળતા મળી

આ લાકડા કાયદેસર છે કે ગેરકાયદેસર, ટીપી પરમીટ છે કે નહીં તે વિશે અલીરાજપુરના ડીએફઓ ડી.એન નિગવાલે તપાસ બાદ જ બધુ સ્પષ્ટ થશે તેવો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુરત ફોરેસ્ટ વિભાગે ખેરના લાકડા સાથે કેટલાંક લોકોને પકડતાં તેમણે 284 કિમી દૂર માલવઇ લાકડા લઇ જતાં હોવાની કબૂલાત કરવામાં આવી હતી.

માલવઇમાં બીજા ગેરકાયદે ખેરના લાકડા હોવાની આશંકાથી સુરતની ટીમે તપાસ કરવામાં આવી હતી. જોકે, અહીં મળેલા ખેરના લાકડા ક્યાંના છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાય તેમ છે. હાલ આ ડેપો સીલ કરવામાં આવ્યા બાદ લાકડા કબજે લેવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે ખેરનાલાકડાની કિંમત બજારના ભાવ ઉપર નિર્ભર છે. તેમાં વધઘટ ચાલતી રહે છે. કાથો બનાવવાના કામમાં આવતું આ લાકડુ ખુબ મોંઘુ બને છે. સરકારી ભાવ આશરે 20થી 25 હજાર થી વધુ પ્રતિ ઘન મીટર રહે છે. આ લાકડાની છાલ કાઢીને તેની સફાઇ કરાય છે. ત્યાર બાદ તેને તૈયાર કરીને આ લાકડા દેશના જુદા જુદા રાજયમાં મોકલી આપવા આવે છે

વન વિભાગે પકડી પાડેલા ખેરના લાકડાની કિંમત ખેરના લાકડાની અંદરની ગોળાઈ મોટી તેમ એની કિંમત વધુ આવતી હોય છે. રાષ્ટ્રીય બજારમાં ખેરના લાકડાની કિંમત વધુ હોવાના કારણે મોટાપાયે દાન ચોરી થતી હોય છે વહેલી તકે ખેરના લાકડા ચોરીના રેકેટને રોકવામાં ન આવે તો જંગલમાંથી ખેરનું લાકડું નાશ થવાના આરે આવીને ઊભું રહી જશે.

મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ૨૦૫૫ ટન લાકડાનો ગેરકાયદેસર જથ્થો જેની અંદાજિત બજાર કિંમત ૫ કરોડ 13 લાખ 75 હજાર કિંમત વધુના ખેરના ગેરકાયદેસર લાકડા પકડી ડેપો સીલ કર્યો.

સુરત વન વિભાગ ધ્વારા સમગ્ર રાજ્યભરમાં વધુ એક દાખલારૂપ કામગીરી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એટલા મસમોટા અનામત વૃક્ષ “ખેર” ના ગેરકાયદેસર જંગલના કીમતી ઝાડ કાપી ગેરકાયદેસર વહતુક કરતા માંડવી ખાતેથી પસાર થતાં સમયે પકડી પાડી તપાસ કરતા આ રેકેટ આંતર રાજ્યમા ફેલાયેલું હોવાનું ખુલતા મધ્યપ્રદેશ ના આલીરાજપૂર ખાતે સ્થાનિક ફોરેસ્ટ સ્ટાફને સાથે રાખી રેડ કરતા ૨૦૫૫ ટન લાકડાનો ગેરકાયદેસર જથ્થો જેની અંદાજિત બજાર કિંમત ૫ કરોડ 13 લાખ 75 હજાર કિંમત વધુના ખેરના ગેરકાયદેસર લાકડા પકડી ડેપો સીલ કરેલ છે.વધુમાં આ ગુના કામના આરોપી આરીફઅલી અમજદઅલી મકરાની ને નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જામીન ના મંજૂર કરવામાં આવેલ છે

ઉપરોક્ત તમામ લાકડા ગેરકાયદેસર ગુજરાત, મહારાષ્ટ્રના જંગલોમાંથી કાપી અન્ય રાજ્યમા ગેરકાયદેસરનો વેપાર કરતાં હોવાનું બહાર આવેલ છે. આમ ગેરકાયદેસર રીતે ધમધમતા વેપારનો પર્દાફાશ કરેલ છે આ ગેરકાયદેસર અનામત વૃક્ષ ખેર ગેરકાયદેસર રીતે આંતરિક રાજય લઈ જવાનો કેસમાં એચ. જે. વાંદા રેંજ ફોરેસ્ટ ઓફિસર માંડવી દક્ષિણ રેંજ, આર. પી. વાઘેલા રેંજ ફોરેસ્ટ ઓફિસર માંડવી ઉત્તર રેંજ,એ. એન. બારોટ ઈચા.રાઉન્ડ ફોરેસ્ટર,ડી. વિ. સિંધવ રાઉન્ડ ફોરેસ્ટર,ડી. એન. ગામિત ફોરેસ્ટ ગાર્ડ, એ.ઝેડ. કોટવાડીયા ફોરેસ્ટ ગાર્ડ,કે. એસ. ચૌધરી ફોરેસ્ટ ગાર્ડ,કે. કે. ગામીત ફોરેસ્ટ ગાર્ડ આ ટીમ ધ્વારા પ્રસંશનિય કામગીરી કરવામાં આવી છે.

ખેરના લાકડાનો ઉપયોગ કાથા તરીકે તેમજ ફર્નિચર અને બંદૂકના બટ,કુકરી જેવા હથિયારો બનાવવા માટેના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *