અમેરિકાની ધરતી ઉપર વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ,નવસારીના મોટલ માલિકને સ્થાનિકે નજીવી બાબતે મુક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધા
- Local News
- June 25, 2024
- No Comment
વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત રહી નથી.અમેરિકા ના ઓકલાહો શહેરમાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઇ છે. કચરો ઉઠાવવા મુદ્દે બોલાચાલી થતા મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરી નાખવામાં આવી છે.
વિદેશમાં તેમાં પણ ખાસ કરીને અમેરિકામાં ભારતીયો હવે અસુરક્ષિત બની રહ્યાં છે. તેમ છતાં ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી.અમેરિકાના ઓકલાહો શહેરમાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઇ છે. મૂળ નવસારી જિલ્લાના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરી નાખવામાં આવી છે. હેમંત મિસ્ત્રી અમેરિકાનાં ઓકલાહોમા શહેરમાં રહીને પોતાની મોટલ ચલાવતા હતા. કચરો ઉઠાવવાની નજીવી બાબતે બોલાચાલી થતા રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક હેમંત મિસ્ત્રીને જોરદાર મુક્કો માર્યો હતો. રિચર્ડના મુક્કાથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાતા બેભાન થયા હતા.તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રિચર્ડ લેવિસની એમરિકન પોલીસે ધરપકડ કરી છે. બીલીમોરામાં હેમંત મિસ્ત્રીના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકા અવારનવાર ભારતીયો હુમલાની ધટનાઓ તેમજ મૃત્યુના સમાચારો પણ સામે આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હુમલાઓ કિસ્સાઓ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. હેમંત મિસ્ત્રીના મોતથી સ્થાનિક તેમજ અમેરિકામાં વસ્તા ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.