દીકરી મારી લાડકવાઈ કરુણાનો અવતાર: 12 વર્ષિય બાળકીનું બ્રેઈન ડેડ થતા નવસારીની ભૂમિ પર પ્રથમ અંગદાન કરાયુંબાળકીનું બ્રેઈન ડેડ થતા નવસારીની ભૂમિ પર પ્રથમ દેહદાન કરાયું

દીકરી મારી લાડકવાઈ કરુણાનો અવતાર: 12 વર્ષિય બાળકીનું બ્રેઈન ડેડ થતા નવસારીની ભૂમિ પર પ્રથમ અંગદાન કરાયુંબાળકીનું બ્રેઈન ડેડ થતા નવસારીની ભૂમિ પર પ્રથમ દેહદાન કરાયું

નવસારીના દેસાઈવાડ પાછળ વિજલપોર ખાતે રહેતા હરેશભાઈ દગાયા ની એકમાત્ર લાડકવાઈ પુત્રી આન્યા છાપરા રોડ ખાતે આવેલ ડિવાઇન સ્કૂલના ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી ચારેક દિવસ અગાઉ આશા નગર ખાતે તેમના પપ્પા વિગેરે સ્વજનો યુનિયન હાઇટ્સ નામના મકાનમાં પ્રોવિઝનલ સ્ટોર ની દુકાન ખોલવાના હોય આ દીકરી સ્વજનો જોડે વિજલપોર થી આશા નગર આવી હતી.

નવસારીની ભૂમિ ઉપર પ્રથમ 12 વર્ષીય આન્યા અંગદાન કરાયા

આ દરમિયાન આન્યા પગથિયા ઊંચી સીડી પર થી પડી જતા તેને બેભાન હાલતમાં લોહી લુહાણ હાલતમાં નવસારીની જાણીતી આઈ એન એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  દીકરી આન્યાને બ્રેઇન ડેડ જાહેર થતાં એમના પિતા હરેશભાઈ અને સ્વજનો આઘાતમાં સરી પડ્યા હતા. પરંતુ એના પિતાએ મારી દીકરી હવે બ્રેઇન ડેડ પરિસ્થિતિમાંથી ઊભી થવાની નથી આથી તેમણે પોતાની એકમાત્ર પુત્રી એવી આન્યા ના અંગદાન નો સંકલ્પ કરી સ્વજનો સાથે ઝડપભેર વિચારણા સાથે નિર્ણય લીધો હતો આઈએનએસ હોસ્પિટલના સંચાલકો રાજ દેસાઈ તથા સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના વડા નિલેશભાઈ માંડલીવાળા નો સંપર્ક કર્યો હતો.

અંગદાન બાબતે ઘડિયાળને કાંટે સદા જાગૃત એવા નિલેશભાઈ માંડલીવાળાએ તુરત જ નવસારી પોતાની ટીમ જોડે ધસી આવી અંગદાન પૂર્વેની તમામ શારીરિક ચકાસણી અને અમદાવાદ ના જાણીતા સર્જન અને અંગદાન પ્રવૃત્તિમાં કુશળ ડોક્ટર જમાલ અને ટીમનો સંપર્ક કરી ગઈ કાલે રાત્રે સુધીમાં તમામ જરૂરી વ્યવસ્થા કરી દીધી હતી.

12 વર્ષીય બાળકીને અંતિમ વિદાય અપાઈ

આજે વહેલી સવારે તમામ સ્વજનો અને શુભેચ્છકો તેમજ રોટરી આઈ હોસ્પિટલના સેક્રેટરી યોગેશ નાયક,વરિષ્ઠ પત્રકાર ગૌતમ મહેતા તેમજ રેડક્રોસના જાગૃત પ્રમુખ તુષારકાંત દેસાઈ તેમજ સ્વજન અને હોસ્પિટલના સંચાલક,ડોક્ટર અને સ્ટાફ દ્વારા બાર વર્ષની વયમાં સર્વોત્તમ દાન માટે ઓપરેશન થિયેટરમાં જઈ રહેલી દીકરીની વંદના અને સલામી આપવામાં આવી હતી.

આ દીકરીના અંગદાન માટે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, પોલીસ અધિકારી સર્વશ્રી પટેલિયા પીએસઆઇ દિનેશ દાવરા અને પીએસઆઇ ભરવાડ અને ટીમ ગ્રીન કોરીડોર માટે ખડે પગે હાજર રહી હતી

ગ્રીન કોરીડોર કરી મોકલાવ્યું

સૌપ્રથમ ઓપરેશન થિયેટરમાં આન્યા દાવરાનું હૃદય બહાર કાઢી તાબડ તોડ 47 મિનિટમાં સુરત એરપોર્ટ પર પહોંચાડી દેવાયું હતું. જ્યાંથી તાબડતોડ અમદાવાદ હોસ્પિટલમાં પ્લેન દ્વારા આ હૃદય પહોંચી ગયું હતું. ત્યારબાદના તબક્કામાં નવસારી જીલ્લા પોલીસ દ્વારા અત્રેના નવસારી જીલ્લાના આઈએનએસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નવસારી થી ડોનેટ લાઇફ સુરત એરપોર્ટ સુધી તાત્કાલીક પહોંચાડવા સારૂ ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવેલ જે આધારે અત્રેના નવસારી શહેર થી સુરત એરપોર્ટ સુધી પોલીસ દ્વારા પાયલોટ અને એસ્કોર્ટની મદદથી માત્ર ૪૭ મીનીટમાં ગ્રીન કોરીડોર મારફતે સુરત એરપોર્ટ પર પહોંચાડી દેવાયું હતું.

ડોનેટ લાઇફ પહોંચાડવા માટે નવસારીથી સુરત ગ્રામ્ય, ભરૂચ, વડોદરા ગ્રામ્ય,વડોદરા શહેર, આણંદ, નડિયાદ, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર થઇ IKDRC HOSPITAL અમદાવાદ સુધી તાત્કાલીક પહોંચાડવા સારૂ ગ્રીન કોરીડોર તૈયાર કરી તમામ જીલ્લા/શહેરની પોલીસનો સંપર્ક કરી પોલીસ દ્વારા પાયલોટ અને એસ્કોર્ટની મદદથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર મારફતે અંગદાન કરતી આ બાલિકાના ફેફસા, કિડની,લીવર,પેનક્રિયા વિગેરેનો પોલીસ સથવારે અમદાવાદ તરફ મોકલવામાં આવ્યું હતું. નવસારી રોટરી આઈ હોસ્પિટલ દ્વારા આ બાલિકા નું ચક્ષુદાન સ્વીકારાયું હતું.

આ બાલિકાના અંગો સુરત રવાના થતા પરિવાર અને સગા વાલાઓ હિબકે ચડ્યા હતા આ દુઃખદ પરંતુ ઉમદા માનવતાના સુખદ કામમાં આવનાર આ અંગ દાન મહિમાને જોઈને અનેક હૈયાઓ રડમસ થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ 12 વર્ષીય બાલિકા ની માતા ચારેક વર્ષ પહેલા જ કેન્સરમાં અવસાન પામી હતી. આજે હોસ્પિટલ ખાતે ડિવાઇન સ્કૂલના સીબીએસ ઈ વિભાગના આચાર્ય શ્રીમતી દીપિકા ટંડેલ તથા શિક્ષકો મૃત્યુ જીતી ગયું અમર થઈ ગયું એમ વંદનામાં જોડાયા હતા.

મૃત્યુના બિછાને પડેલી નવસારીની આ માસુમ બાલિકાના અંગદાન થકી સાતેક વ્યક્તિઓ નવું જીવન પામશે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *