
અખિલ હિન્દ મહિલા પરિષદની શાળાને શૈક્ષણિક સાધનો માટે રૂપિયા 11 લાખની સખાવત
- Local News
- July 3, 2024
- No Comment
નવસારીના મંકોડીયા દુધિયા તળાવ સીટી ગાર્ડન સોસાયટીના સંકુલમાં વર્ષોથી મહિલાઓ દ્વારા ભારે પુરુષાર્થ કરીને સ્થપાયેલી શાળા ના બે ભવન માં 2000 જેટલા કેજી થી લઈ હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ ભણે છે આ શાળાનું સંચાલન મહિલા પરિષદની ભગીનીઓ દ્વારા થાય છે આ શાળાને આરંભ વેળાએ મહેન્દ્ર બ્રધર્સ ના સંચાલક દિનેશભાઈ મહેતાના માધ્યમથી એક ભવન ચીમનલાલ લક્ષ્મીચંદ પરીખ ના નામકરણ હેઠળ ભેટ મળ્યું હતું બીજું ભવન નવસારી ના સ્વાતંત્ર સેનાની અને જૈન સોસાયટી રહીશ છગનલાલ ઝવેરચંદ શાહ પરિવાર તરફથી માતબર દાન મળતા સાકાર થયું હતું
શાળામાં 2000 વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સાધનોની ઉણપ હોવાથી સામાજિક મહિલા કાર્યકર ચેતના નરેન્દ્ર બિરલા દ્વારા તેમના હાલના અખિલ મહિલા પરિષદના સક્રિય પ્રમુખ ની ભૂમિકાથી 11 લાખની સખાવત મળી છે નવસારીના સખાવતી દંપત્તિ સ્વ મોહનલાલ કિશનભાઇ ચૌહાણ અને તેમના ધર્મપત્ની પદ્માબેન ચૌહાણ ના સખાવતી ફંડ માંથી તેમના વિલના એક્ઝિકયુટર રીખવ સુરેશભાઈ દેસાઈ ના માધ્યમથી આ સખાવત પ્રાપ્ત થઈ છે