ધમડાછા ગામના યુવાન વકીલ અને બે બાળકીઓના પિતા એવા તેજસ વશી નો મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો
- Local News
- July 4, 2024
- No Comment
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામના વતની અને એડવોકેટ એવા તેજસ વશી નો મૃતદેહ કાયા તળાવ ગામના રસ્તે જતા તેની પોતાની જ કારમાં ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે રસ્તેથી પસાર થતાં વાડીમાં કામ કરતા મજૂરે આ ઘટના નજરે જોતા પોલીસને જાણ કરતા ગણદેવી પોલીસ ઘટના સ્થળે ઘસી જવા પામી છે.

મરનારના પોસ્ટ મોર્ટમ બાદ જ આત્મહત્યા કે હત્યા એના સઘન કારણો જાણવા મળશે મરનાર તેજસ બે બાળકીઓના પિતા અને એમની ધર્મપત્ની જીજ્ઞાબેન પણ નોટરી વકીલ છે આ ઘટનાને પગલે માં આઘાતની લાગણી તેમજ અનાવિલ જગત અને ચોપાસમાં ચકચાર મચી જવા પામી છે