પ્રથમ વખત મતદાન કરનાર બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદારોને Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા

પ્રથમ વખત મતદાન કરનાર બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદારોને Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા

વાંસદા વિધાનસભા 177માં નોંધાયેલ દિવ્યાંગ મતદારો માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત “દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન-2024” હેઠળ મદદનીશ પીડબલ્યુડી નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.વી.રાઠોડ તેમજ ચીફ ઓફિસર એલ.બી.પટેલ,નાયબ મમલતદાર-વાંસદા દ્વારા જલારામ હોલ વાંસદા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વધુમાં વધુ મતદાન કરવા માટે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં 90થી વધુ દિવ્યાંગો હાજર રહ્યા હતા.

દિવ્યાંગ મતદારો જે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો તેમજ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા વૃધ્ધજનોની વૃધ્ધાશ્રમ અને દિવ્યાંગ શાળાની મુલાકત લઈ મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

દિવ્યાંગ અંધ,અસ્થિવિષયક તેમજ વૃધ્ધ અશક્ત મતદારો જેઓ સરળતાથી ચાલી શકે તેમ ન હોય તેઓને મતદાન કેંદ્ર પર મતદાન કુટિર સુધી લઈ જવા માટે નિયુક્ત કરવામાં આવનાર સહાયકોને મતદાન દિનના રોજ તેમને કરવાના કાર્યની તાલીમ પણ આપવામાં આવી છે.

બહેરા-મુંગા દિવ્યાંગ યુવા મતદાતાઓ જેઓ પ્રથમ વખત લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ મા મતદાન કરવા જઈ રહ્યા છે તેમને મિતલબેન નાયક દ્વારા Sign Language માં મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *