પરંપરાગત રમતોની જીલ્લાક્ક્ષા સ્પર્ધાનું આયોજન તા.૨૫ મી ના રોજ નવસારીના મદ્રેસા હાઇસ્કુલ ખાતે યોજાશે
- Local News
- January 17, 2024
- No Comment
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે જૂની રમતોની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં જીલ્લાક્ક્ષા અને રાજ્યક્ક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે. જૂની રમતો જેવી કે દોરડા કુદ(જમ્પ રોપ), સાતોલીયું (લગોરી), લંગડી, સંગીત ખુરશી, માટીની કુસ્તી, કલરીપટ્ટુ, શતરંજ, આંબલી-પીપળી, મગદળ, લેઝીમ, મલખમ-લાઠી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલમાં જે બાળકો મોબાઈલ પર ગેમ રમતા હોય છે તેનાથી જે નુકશાન થાય છે તે દરેક વ્યક્તિ જાણતી હોય છે તેમ છતા મોબાઈલ આપતા હોય છે હવે જો તેમને આમાંથી બહાર નિકાળવા હોય તો આ રમતો રમતા થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં જૂની રમતોની જિલ્લાકક્ષાની સ્પર્ધા તા.૨૫/૦૧/૨૦૨૪ ના રોજ સર.સી.જે.એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કુલ, નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ વધુમાં વધુ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સ્પર્ધા ફક્ત અન્ડર-૧૯ વયજૂથના તા.૦૧/૦૧/૨૦૦૫ અને તેના પછી જન્મેલા ભાઈઓ/બહેનો માટે છે. સાતોલીયું(લગોરી) ભાઈઓ –૧૨, બહેનો-૧૨, કલરીપટ્ટુ ભાઇઓ-૬ અને બહેનો-૬, દોરડા કુદ(જમ્પ રોપ) ભાઇઓ-૧૨, અને બહેનો-૧૨, લંગડી ભાઇઓ-૧૨ અને બહેનો-૧૨ અને કુસ્તી માટે માટીની કુસ્તી માટે-૬ અને બહેનો માટે-૬ ખેલાડીઓ ભાગ લઇ શકશે.