ભારતભરમાં અંગદાન પ્રવૃત્તિના મશાલચી સુરતના નિલેશ માંડલેવાળાનો શનિવાર તા. ૨૦ જાન્યુઆરીએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે અંગદાન મહિમા શિબિર
- Local News
- January 18, 2024
- No Comment
છેલ્લા ૨૦ વર્ષથી પોતાનો વ્યવસાય છોડીને ડોનેટ લાઈફ નામની સંવેદનાસભર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારતભરમાં અંગદાન મહિમાના મશાલચી તરીકે જાણીતા તથા મા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ગુજરાત સરકાર દ્વારા વિભૂષિત નિલેશ માંડલેવાળાનો અંગદાન મહિમા સમજાવતો શિબિર નવસારી શહેર અને જિલ્લા માટે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સ્વપ્ન લોક સોસાયટી કાલિયાવાડી પુલ પાસે સવારે ૧૦-૩૦ કલાકે યોજાયો છે.
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રવિન દેસાઈ, મંત્રી હાર્દિક નાયક અને સાથીઅોના સથવારે આ અંગદાન મહિમા શિબિરમાં નવસારી શહેર જિલ્લાનાં સમાજ સેવા કરતી સંસ્થાઅોના પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.
સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આજપયત ૪૯૪ કિડની, ૨૧૩ લીવર, ૫૦ હૃદય, ૪૬ ફેફસા, ૮ પેન્કીઆસ, ૪ હાથ તેમજ ૧ નાનુ આંતરડું, ૩૮૯ ચક્ષુ દાન, વ્યકિતઓના ચક્ષુદાન દ્વારા ૧૧૦૬ માનવીઓના જીવન સુખદ રીતે ચાલી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી દાન કરાયેલ હૃદય, ફેફસા વિગેરે યુનાઈટેડ આરબ અમીરાત, યુક્રેન, રશિયા, સુદાન, બાંગ્લાદેશ તેમજ દેશની વિવિધ જરૂરિયાત ભરી વ્યક્તિઓને અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ અંગદાન મહિમા નવસારી શહેર જિલ્લામાં આરંભ પામે અને પૂણ્ય કાર્ય થાય તેવો આયોજકોનો ઉમદા હેતુ છે.