
ઓડિશા ટ્રેન અકસ્માત :રક્તદાન કરવા હોસ્પિટલ બહાર લાગી ગઈ લાંબી લાઈનો ઓડિશાવાસીઓએ રજૂ કરી માનવતાની મિસાલ
- Uncategorized
- June 3, 2023
- No Comment
દેશમાં હજુ માનવતા હજુ જીવંત છે એનું ઉત્તમ ઉદાહરણરજૂ કર્યું ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો, મેડિકલ કોલેજમાં રક્તદાન કરવા આવેલ યુવાનોમાં કેટલાક તો 2 કલાક ઊભા રહ્યા તો કેટલાક 4 કલાક ઉભા રહી ઘાયલ લોકો માટે રક્તદાન કર્યું
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોના ભયાનક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 280થી વધુ લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘટનાસ્થળે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. આ તમામની વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતી કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. વાત જાણે એમ છે કે, ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો ઉભી છે. આ ઉપરાંત જુદી જુદી ટીમોની સાથે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે
ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગે રક્તદાન માટે એક કેમ્પ ગોઠવ્યો છે જ્યાં લોકો રક્તદાન કરી રહ્યા છે. આ બચાવ કાર્યમાં સ્થાનિક લોકો ભારે મદદ કરી રહ્યા છે. તેઓ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા સહિત અનેક કામોમાં મદદ કરી રહ્યા છે. એકાએક ઘાયલોની સારવાર માટે લોહીની માંગ વધી ગઈ અને ઘણા યુનિટ લોહીની જરૂરિયાત ઉભી થઈ પડી છે. ટ્રેન દુર્ઘટના પગલે મોટી સંખ્યામાં ઓડીશાવાસીઓએ રક્તદાન કરવા આવી પહોંચ્યા હતા આ જોઈને લોકોએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. લોકો જાતે જ રક્તદાન કરવા હોસ્પિટલો પહોંચી રહ્યા છે.
રકતદાન કરવા લોકોની લાંબી લાઇન
આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે સ્થિતિ એવી છે કે, હોસ્પિટલોમાં રક્તદાતાઓની લાઈનો લાગી છે. કહેવામાં આવ્યું કે, બાલાસોરમાં રાતોરાત 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. યુવાનોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ છે અને ત્યાં લાંબી કતાર લાગી છે. યુવાનોના હાથમાં ફોર્મ દેખાય છે. કેટલાક 2 કલાક ઊભા રહ્યા તો કેટલાક 4 કલાક ઊભા રહ્યા. આ એવા યુવાનો છે જેઓ મેડિકલ કોલેજમાં રક્તદાન કરવા આવ્યા છે.