નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી  ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સવારે ૮-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી ગુડઝ તથા પેસેન્જર વાહનો પ્રવેશ પર પ્રતિબંધ

નવસારી નગરપાલિકા-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો  પ્રવેશ કરી શકશે નહિ. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં તા.૧૨/૦૩/૨૦૨૩ થી તા.૦૯/૦૬/૨૦૨૩ સુધી ગુડઝ  તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી તેમજ સાંજે ૧૬-૦૦ કલાક થી ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી પ્રવેશ કરવા તેમજ  અવર-જવર કરવા પર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો4 આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કુલ બસ,ઍમ્બ્યુલન્સ, ઍસ.ટી.બસ,ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ,લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષક, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટર, ટ્રાફિક શાખા નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *