દક્ષિણ ગુજરાત માં નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં દિપડાઓની સંખ્યામાં 6.5 ગણો વધારો નોંધાયો

દક્ષિણ ગુજરાત માં નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં દિપડાઓની સંખ્યામાં 6.5 ગણો વધારો નોંધાયો

દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર દિપડા દેખાવાની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ ખાસ વાત કરવામાં આવે તો પાંચ જિલ્લા માંથી સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લાના છ તાલુકા સૌથી વધુ નવસારીમાં વર્ષ ૨૦૨૧માં સરકાર ધ્વારા દિપડાઓ વસ્તી ગણતરી નોંધાવા પામ્યા છે.
બિલાડી કુળ આ પ્રાણી સૌથી ચતુર અને કોઈ ઋતુ કે કોઈપણ વિસ્તાર હોય જેવા કે પહાડી,જંગલ, ખુલ્લા મેદાન નદી કિનારા કે દરિયા કિનારે તેમજ કોઈ વિષ્મ પરિસ્થિતિઓ પોતાને ઢાળી શકવાની ક્ષમતા ધરાવતું પ્રાણી એટલે દિપડો દક્ષિણ ગુજરાતનું નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે સહિત એકમાત્ર વાંસદા નેશનલ પાર્ક આવેલું છે. કોઈ કારણસર અપુતા ભોજન તેમજ અન્ય વ્યવસ્થાઓ ના અભાવને કારણે હવે વન્ય જીવો દિવસ અને દિવસે ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારો તરફ પલાયન કરી રહ્યા છે. ખાસ કરીને દિપડાઓ નવસારી જિલ્લા વાત કરીએ તો સૌથી વધુ સરકારી ચોપડે નોંધાયેલ છે. સામાજિક વનીકરણ વિભાગ નવસારી વનવિભાગની સુપા રેન્જમાં આવેલ નવસારી તાલુકામાં નવસારી શહેર સહિત ૬૨ ગામો સમાવેશ ત્યારે જલાલપોર તાલુકામાં ૬૬ ગામો આવેલા છે. ગણદેવી તાલુકામાં ૬૫ ગામો સમાવેશ થાય છે.
નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ આવતા ત્રણ તાલુકામાં રાજય સરકાર મુજબ છેલ્લા બે વખતની દિપડા ગણતરી વાત કરીએ તો વર્ષ ૨૦૧૬માં નવસારી તાલુકામાં ૬ દિપડા,જલાલપોર તાલુકામાં૧ દિપડો અને ગણદેવી તાલુકામાં ૫ દિપડાઓ મળી કુલ દિપડાઓ ૧૨ નોંધાયેલ હતા. જ્યારે વર્ષ 2021 છેલ્લી દિપડા ગણતરી મુજબ ૯૦ જેટલા નોંધાવા પામ્યા છે.એટલે કે દિપડાઓ સંખ્યામાં 6.5 ગણો વધારા નોંધાવા સાથે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં નોંધાયા હોવાનું સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દેખાવ બનાવ બને છે. વનવિભાગ ધ્વારા દિપડાઓ અવારનવાર પાળતું પ્રાણીઓ શિકાર કે ઈજાઓ તેમજ દિવસ દરમ્યાન કે રાત્રી રોડ ઉપર કે ગ્રામ્ય વિસ્તાર ફળિયા કે ઘર નજીક આવવા બનાવો સાથે રાત્રી દરમ્યાન ખેડૂતો ખેતીમાં પાણી વાળવા દરમ્યાન દેખાવા તેમજ સામસામે આવી જવાના બનાવો બનતા રહે છે. પાળતુ જેવા કે દૂધાળુ પશુઓ નુકસાન કરે કે મૃત્યુ પામે અથવા માણસોને દિપડા ધ્વારા ઈજાગ્રસ્ત કરવામા કે સારવાર કે નુકસાન વળતરની ચૂકવણી પણ કરવામાં આવતી હોય છે.
દિપડાઓ રાત્રીએ દરમ્યાન દેખાવાના પગલે ખેડૂતો ધ્વારા સ્થાનિક તંત્રને અને ત્રણેય તાલુકા ધારાસભ્યને પણ તેમજ રાજ્ય સરકાર રાત્રી દરમ્યાન ન આપી દિવસ આપવા માટે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી રહી છે.
દર પાંચ વર્ષ દરમ્યાન રાજય સરકાર વન્યજીવો કરવામાં ગણતરી કરવામાંઆવતી હોય છે. વર્ષ 2021માં દિપડા ગણતરી મુજબ મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લા ત્રણ તાલુકાની વાત કરીએ તો નવસારી તાલુકામાં ૭૩ જેટલા દિપડાઓ નોંધાવા પામ્યા છે. જલાલપોર તાલુકામાં ૧૦ દિપડા નોંધાવા પામ્યા છે. ગણદેવી તાલુકામાં ૭ દિપડાઓ નોંધાયેલ છે. આમ કુલ મળી ૯૦ દિપડાઓ નોંધાયેલ છે.
પ્રાપ્ત માહિત અનુસાર દક્ષિણ ગુજરાત પાંચ જિલ્લામાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં નોંધાયા છે.
જંગલોના નિકંદરને કારણે વન્ય પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લા માંથી વન્ય પશુઓ ધીરે ધીરે નવસારી જિલ્લાની હદમાં પ્રવેશી હવે શહેરો તરફ આગળ વધી રહ્યા છે કારણ કે વન્ય પશુઓને પાણી અને ખોરાક નવસારી જિલ્લામાં મળી રહેતા અવારનવાર દીપડા જેવા હિંસક પશુઓ નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે કારણ કે નવસારી જિલ્લામાં વધુ માત્રામાં શેરડીની ખેતી થતી હોય શેરડીઓ ની વચ્ચે દીપડાઓ પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે કારણ કે ઊંચા ખેતરોની વચ્ચે તે લોકો પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત માને છે તો બીજી તરફ નવસારી જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિ ખૂબ સારી અને આબોહવા દિપડાઓ માફક આવે છે.
પૂર્ણા,અંબિકા કે કાવેરી કે ખરેરા નદીઓ વિસ્તારમાં અનેક કોતરો સાથે ઉચા ધટાદાર વૃક્ષો તેમજ અન્ય વનસ્પતિઓ ગાઢ જંગલ જેવું બનવાની સાથે પીવા પાણીના માટે મહત્વના સાબિત થાય છે તો ખોરાક માટે દીપડાઓ જંગલી,ભૂંડો સહિત અન્ય વન્યજીવો જેવા કે કોલા,શિયાળ,સસલા નો શિકાર કરતા હોય છે અને જંગલી ભૂંડો પણ ખેતરોમાં મળી આવતા હોય છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં મરધા,ઘેટાબકરા,ગાયો સરળતાથી મળી આવતા હોય છે.જેથી નવસારી જિલ્લાનો વિસ્તાર ખાસ કરીને દિપડાઓને માફક આવી ગયો હોય તેમ નવસારી જિલ્લામાં મોટી સંખ્યા ઓ માં દિપડાઓ અવારનવાર જોવા મળતા હોય છે ગત પાછલા દિવસોમાં જલાલપોર તાલુકાના બોદાલી ગામે પણ દિપડો જોવા મળ્યો હતો ત્યારબાદ ચીખલી તાલુકામાં પણ ઘણા વિસ્તારમાં દીપડાઓ જોવા મળતા હોય છે આમ દીપડાઓને નવસારી જિલ્લાનો પૂર્વ પટ્ટી નો વિસ્તાર ખાસ કરીને માફક આવી ગયો હોય તેમ અહીં તેઓ પોતાનું આશરે સ્થાન બનાવી રહ્યા છે બે દિવસ અગાઉ વાંસદા તાલુકાના કાવડેજ ખાતે થી દીપડો પાંજરે પુરાયાની ઘટના સામે આવી છે
વાંસદા તાલુકામાં ખાસ કરીને દિપડાઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે કારણ કે નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ અડીને આવેલી હોય ડાંગ જિલ્લામાંથી પણ દિપડાઓ નવસારી જિલ્લાની હદમાં પોતાનો વસવાટ કરવાનો અને પોતાનો આશ્રયસ્થાન અહીં માફક આવી હોય તેમ વાંસદા અને ચીખલી તાલુકામાં દિપડાઓ ની દેખાદેવી એ રોજબરોજની ઘટના બનતી જાય છે.
આજરોજ બે બાળકો સાથે ફરી રહેલ દિપડો વાંસદા તાલુકા ચઢાવ વનવિભાગ ધ્વારા મુકાયેલ પાંજરે સવારે આઠ વાગ્યે પુરાયો છે. હવે આ સાથે ફરતા બે બચ્ચાઓનું શું તે જોવું રહ્યું.આવી જ એક ઘટના ચીખલી તાલુકાના ખૂંધ ગામેથી સામે આવી છે. ચીખલી તાલુકાના ખુંધ ગામના માલવણિયા ફળિયામાં શિકાર ની શોધમાં દીપડો ગામમાં આવી ચડ્યો હતો તેથી ગામના લોકોએ બુમાં બૂમ કરી હતી તેથી અને ગામ માં દીપડાનો ભય ફેલાય ગયો હતો લોકોએ કરેલી બુમા બૂમ થી ગભરાયેલો દીપડો લીમડાના વૃક્ષ ઉપર ચઢી ગયો ત્યાર બાદ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોક ટોળું ઉમટી પડ્યું હતું. આ લોક ટોળા માંથી અમૂક વ્યક્તિઓ દ્વારા વૃક્ષ પર ચઢેલા દીપડાને ગીલોડ મારી હેરાન કરવામાં આવ્યો હતો અને ટોળાઓ દ્વારા બૂમાં બૂમ કરી દીપડાને હેરાન ગતિ કરવામાં આવી હતી પરંતુ થોડાજ સમય માં આખરે દીપડો વૃક્ષ ઉપર થી નીચે ઉતરી ફરી જંગલ માં ભાગી છૂટ્યો હતો આ સમગ્ર ઘટના વિડિયો કોઈ ગ્રામીણ દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કરવામાં આવ્યો હતો. જેના ઉપર વનવિભાગ ધ્વારા આવા લોકો સામે કાર્યવાહી કર્યાની માહિત પ્રાપ્ત થઈ રહી છે.
 સમગ્ર ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને પણ કરવામાં આવી છે તો બીજી તરફ દીપડાઓનો ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દેખાય દેવાની ઘટના દિવસ અને દિવસે વધતી જાય છે ગ્રામ્ય વિસ્તારના ગ્રામિણો પણ ભઈના માહોલમાં જીવી રહ્યા છે તેઓની પોતાની અને પોતાના ઢોરોની ચિંતા માં વધારો થયો છે તો બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરું તો મૂકવામાં આવશે અને દિપડો પાંજરે પુરા સે પણ ખરો પરંતુ આનો કાયમી ઉકેલ આવે તેવા કોઈ પગલાં લેવાય એવી ગ્રામજનો આશ માંડી બેઠા છે
તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં જ્યારે દીપડા નોંધાયા હોય અને વારંવાર દેખાડો દેતા હોય તેમ જ વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં પકડાતા હોય છે.
પરતું જે ગ્રામીણ વિસ્તારમાંથી દિપડાઓ દેખાવા કારણે પાંજરૂ મુકાવી પકડાવી દેવાથી આ પ્રશ્ન થોડા સમય હલ થઈ જશે. પરતું એના સ્થાને અન્ય દિપડો વસવાટ કરવા માંડશે અથવા તો અન્ય વન્યજીવ જેવા કે ભૂંડ કે જંગલી ભૂંડ આવી ચડશે. આ ભૂંડ સંખ્યા સતત વધારો થવાની સાથે આખરે માનવી તેના પરિણામ ભોગ બનશે. માનવ ઉપર હુમલાઓ વધારો તેમજ ખેતરમાં પાકને નુકસાન થવા બનાવો વધી જશે.
નવસારી જિલ્લામાં આવા બનાવાની ધીમે ધીમે નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. નવસારીના વાડા ગામે તેમજ પેરા ગામે ખેડૂત ઉપર હુમલાઓ નોંધાયેલ છે. ગણદેવી તાલુકા કછોલી ગામે વાડીમાં મજૂર ઉપર હુમલો હોય કે ખેરગામ ગામે વૃધ્ધા ઉપર જંગલી ભૂંડના હુમલા કારણે સારવાર દરમ્યાન પ્રથમ મૃત્યું પણ ધટના ગત વર્ષે મે મહિનામાં નોંધાયેલ છે.
  રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌથી વઘુ દિપડાઓ હોય તો નવસારી જિલ્લામાં એક રેસ્ક્યુ સેન્ટર તેમજ જરૂરી સાધનો અને સ્ટાફની ફાળવણી કરવી જોઈએ. જેથી આવનારા સમય માનવ અને દિપડાઓ વચ્ચે ઘર્ષણ ન થાય તે જોવું રહ્યું સાથે સાથે દિપડાઓ શું કરી રહ્યા છે તેના ઉપર નજર રાખી શકાય.
સ્થાનિક એનજીઓ વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ નવસારી દ્વારા માનવ અને દીપડાનું ઘર્ષણ ન થાય તેને માટે વારંવાર શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય માં જઈ માણસોએ હવે દીપડા સાથે કહી રીતે અનુકૂલન સાધી રહેવું દિપડાઓ અચાનક અથવા કામકાજ કરતી વખતે સામે આવી જાય તો શું કરવું શું ન કરવું તેની જાણકારી આપી જનજાગૃતિ લાવવાના પ્રયાસ સાથે માનવ અને દિપડાઓ વચ્ચે ઘર્ષણ ન થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે.
નવસારી વનવિભાગ ધ્વારા પણ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર દિપડાઓને લઈ ગામના સરપંચો તેમજ લોકોમાં ગભરાટ ફેલાઇ તેમજ જનજાગૃતિ લાવવાના તમામ પ્રયાસ નવસારી સામાજિક વનીકરણ વિભાગના ડી.સી.એફ ભાવના દેસાઈ ધ્વારા દિપડાઓ બાબતે ઈન્ચાર્જ એ.સી.એફ પી.બી.પાટીલ તેમજ સુપા રેન્જ આર.એફ.ઓ હીનાબેન પટેલ તથા ગણદેવી રેન્જ આર.એફ.ઓ છાયાબેન પટેલ તેમજ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *