
નવસારી જિલ્લામાં સિનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન
- Local News
- March 4, 2023
- No Comment
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલની (ડી.એલ.એસ.એસ સ્કુલ) શિક્ષાણ સાથે સ્પોર્ટસનો સમન્વય અંગેની યોજના સરકારશ્રી દ્વારા વર્ષ ર૦૧પ થી કાર્યરત છે.
ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન G– ૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી દ્વારા જિલ્લા કક્ષા સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ,રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, નવસારી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૩/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમના તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. આ અંગે વધુ વિગત માટે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જીલ્લા રમત વિકાસ અધિકારી નવસારી મો.૯૭૭૩૧૪૮૨૭૯ ફોન નંબર. (૦૨૬૩૭)૨૮૦૩૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.