પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં તાલીમ શિબિરમાં ભાગ લેવાની અમુલ્ય તક
- Local News
- December 22, 2024
- No Comment
ગુજરાતના સાહસિકો (બાળકો/ યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓ જેમાં (1)એડવેન્ચર કોર્ષ (2) બેઝિક કોર્ષ અને (3) એડવાન્સ કોર્ષનું આયોજન નવસારી જિલ્લામાં થનાર છે. આ પર્વતારોહણ અંગેની સાહસિક તાલીમ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા સાહસિકોને શિબિરમાં ભાગ લેવા અંગેનું નિયત નમૂના મુજબનું પ્રવેશપત્ર જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી. 1607, પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી-૩૯૬૪૪૫ કચેરી પરથી મેળવી અંતિમ તારીખ : 06/ 01/ 2024 સુધી પરત કરવા જણાવવામાં આવ્યું છે.

પર્વતારોહણ અંગેની સાહસિક તાલીમ શિબિરમાં રોક ક્લાઈમ્બિંગના એડવેન્ચર કોર્ષ -7 દિવસ 35 શિબિરાર્થીઓ માટે 7 થી 14 વર્ષ માટે, બેઝિક કોર્ષ -10 દિવસ 25 શિબિરાર્થીઓ માટે 14 થી 45 વર્ષ માટે, તથા એડવાન્સ કોર્ષ-15 દિવસ 20 શિબિરાર્થીઓ માટે યોજાશે. આવેલ પ્રવેશપત્રમાંથી યોગ્યતા ધરાવનાર અરજીપત્રકો વહેલા તે પહેલાંના ધોરણે પસંદ કરવામાં આવશે, આ અંગે વધુ માહિતી માટે
Email: dydonavsari28@gmail.com ફોન નં : 02637 280663 ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી દ્વારા જણાવાયું છે.