નવસારી સહિત રાજ્યભરમાં ધુમ્મસ ચાદર છવાઈ: રાજસ્થાન પર થયેલ સિસ્ટમ સક્રિય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ લાવી શકે છે?! આગામી ત્રણ દિવસ હજુ પણ અરબ સાગર અને બગાળની ખાડી થયેલ હવામાન ફેરફાર કારણે હજુ પણ ધુમ્મસ ચાદર છવાઈ રહેવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી

નવસારી સહિત રાજ્યભરમાં ધુમ્મસ ચાદર છવાઈ: રાજસ્થાન પર થયેલ સિસ્ટમ સક્રિય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ લાવી શકે છે?! આગામી ત્રણ દિવસ હજુ પણ અરબ સાગર અને બગાળની ખાડી થયેલ હવામાન ફેરફાર કારણે હજુ પણ ધુમ્મસ ચાદર છવાઈ રહેવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી

રાજ્યભરમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત્ છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં સતત બે દિવસથી વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ રહેવા પામી છે. હજુ પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી છે.

રાજસ્થાનથી આવતા પવનોના કારણે ગુજરાતમાં ભેજનું વાતાવરણ સ્થાયી બન્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગો પર ઇન્ડ્યુસ લો પ્રેશર સર્જાયું છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે એટલે કે રાજસ્થાન તરફથી આવતા પવનોને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજ ગુજરાત પર સ્થાયી થયા છે, જેને કારણે દિવસ દરમિયાન સીધો સૂર્યપ્રકાશ જમીન પર પહોંચી શકતો નથી અને વાતાવરણના ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકતો નથી. જેના કારણે ધુમ્મસનું પ્રમાણ વધુ રહેવા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેશે

ગુજરાતની આસપાસના ભાગોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તેની અસરોને કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત સુધી ખેંચાઈ આવે છે, જેથી ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા જિલ્લાઓમાં અને પહાડી વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી આવતા પવનો બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. છેલ્લા 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેથી મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતા ઠંડીમાંથી રાહત મળી છે. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની પણ સંભાવના

રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80% કરતાં પણ વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે. આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી. તથા દિવસ દરમિયાન પણ સૂર્યનાં સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે.

જ્યારે રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે. એટલે કે, મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાં રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર અરબ સાગરના ભેજને કારણે ગુજરાત પર મોઈશ્ચર ઇન્કર્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે અને રાજસ્થાન પર સર્જાયેલું પ્રેશર આ ભેજને ગુજરાત પર અટકાવી રાખે છે. 26થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદને પણ શક્યતાઓ છે. હાલની સ્થિતિના અવલોકન મુજબ જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે ત્યાં યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લામાં વાદળ છવાયું વાતાવરણ સાથે ધુમ્મસ 

નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસ થી જાણે સૂર્ય દેવ રીસાયા હોય તેવો માહોલ આજે પણ યથાવત રહેવા પામ્યો છે. વહેલી સવાર ગાઢ ધુમ્મસ સાથે આખો દિવસ સૂર્યોદય સમય રહેતા સૂર્ય આખો દિવસ રહેતા લોકોએ જાણે હિલ સ્ટેશન ઉપર રહેતા હોય તેવો માહોલ નવસારી શહેર સહિત જિલ્લાભરમાં રહેવા પામ્યો છે. આગામી 26 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરાઈ રહી છે.બીજી તરફ ભેજ તેમજ ધુમ્મસ યુક્ત વાતાવરણ કારણે વાયરલ ફીવર શરદી ઉધરસ જેવા રોગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.નવસારી જિલ્લા નું આજરોજ તાપમાન આ પ્રમાણે  નોંધાયું છે(મહત્તમ): 27.5(ºC) તાપમાન (ન્યૂનતમ) : 17.0(ºC) ભેજ: સવાર : 91% સાંજ : 56% પવનની ઝડપ: 0.8 કિમી/કલાક રહેવા પામી છે

શિયાળાની ઋતુમાં નવસારી જિલ્લા સહિત ગુજરાત ના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *