નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાંથી હજારો ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન સહિત દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાંથી હજારો ખેડૂતભાઈઓ-બહેનોએ ભાગ લીધો

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ ના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળો – ૨૦૨૪ નું ઉદ્દઘાટન તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ નવસારીના સાંસદ અને ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી સી. આર. પાટિલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

કૃષિ મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાથી ૭૦૦૦ થી વધારે ખેડૂતભાઈઓ તથા બહેનો એ ભાગ લીધો હતો. કૃષિ પ્રદર્શનમાં કૃષિ યુનિવર્સિટી, વિવિધ સખી મંડળો, સહકારી મંડળીઓ, એનજીઓ, એફપીઓ, વિતરકો તથા ખેતી સંલગ્ન કંપનીઓ દ્વારા ૧૨૦ થી વધુ કૃષિને લગતી નવીનતમ ટેકનૉલોજીના સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતનાં વિવિધ ગામો અને શહેરોમાંથી ૧૫૦૦૦ થી વધારે ખેડૂત મિત્રો અને શહેરીજનોએ આ કૃષિ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી.

કૃષિ મેળાના બીજા દિવસે આશરે ૧૧૦૦૦ થી ૧૨૦૦૦ ખેડૂતો અને શહેરીજનોએ ભાગ લીધો હતો. આ દિવસે કૃષિ મેળાની મુલાકાત માટે મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બામણિયા અને સુમુલ ડેરી, સુરતના ચેરમેન માનસિંગભાઇ પટેલ, વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલ તથા ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલીના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ, સીઇઓ ડૉ. દિનેશભાઇ શાહ અને પ્રોવોસ્ટ ડૉ. યોગેશ્વર કોસ્ટાની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. દક્ષિણ ગુજરાતમાં લગભગ ૧૫ વર્ષ પછી યોજાયેલ કૃષિ મેળામાં ખેડૂતો અને શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આમ ત્રણ દિવસ દરમિયાન લગભગ ૩૫૦૦૦ થી ૪૦૦૦૦ જેટલા ખેડૂતો આ મેળાની મુલાકાત લઈ જાણકારી પ્રાપ્ત કરી હતી. કૃષિ પ્રદર્શન સ્ટોલધારકો પણ ખેડૂતો અને શહેરીજનોના પ્રતિસાદથી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે સમગ્ર ત્રણ દિવસ દરમ્યાન સતત કૃષિ મેળામાં ખેડૂતો અને મુલાકાતીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શિત કરતાં રહી એક અનુકરણીય ચીલો ચાતર્યો હતો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *