રાજયમાં 7 મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં આ બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

રાજયમાં 7 મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં આ બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

લોકો હવે ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તારો વસવાટ કરવા તરફ જવા વધારો નોંધાઈ રહ્યો છે રાજ્યભરમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજીત 50 ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે આગામી વર્ષ 2047 સુધીમાં વધીને 75 ટકા સુધી પહોંચી શકે છે. શહેર લોકોના વસવાટ માટે જ નહીં પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ બની રહી છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ બની છે.

2 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રીએ રાજ્ય સરકારે બજેટ 2024-25માં કરી મોટી જાહેરાત નવી સાત શહેરોની પાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. તો આ નિર્ણયને રાજનેતાઓએ વધાવી લીધો હતો. જે શહેરોમાં મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી ત્યાં આનંદ લાગણી વ્યાપી ગઇ હતી.

આવનરા સમયમાં રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 8 મહાનગર પાલિકાઓ હતી. થોડા સમય અગાઉ નવી વધુ 7 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવતા રાજ્યમાં હવે તેની સંખ્યા વધીને 15 થશે. પાલિકા સંચાલિત નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણાને મહાનગરપાલિકાઓનો દરજ્જો અપાયો છે

મહાનગર પાલિકાની સત્તાવાર જાહેરાત થતા સાથે નગરપાલિકામાં અત્યાર બોડીમાં હાલ કામગીરીઓ કરતા નગર સેવકો નિષ્ક્રિય થઈ જશે અને વહીવટદાર આ સાતે નગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવશે

મહાનગર પાલિકાઓ જોડવામાં આવનાર ગામડો જોડાણ કર્યા બાદ ભૌગાલિક પરિસ્થિતિ ધ્યાને રાખી વોડનું સિમાંકન ઝોન બનાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવશે ત્યારબાદ નોટિફિકેશન બહાર ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે

મહાનગરપાલિકા થયા બાદ હવે ચીફ ઓફિસરને બદલે હવે આ શહેરોમાં મ્યુનિસિપલ કમિશ્નરની આગામી સમય નિમણૂંક થશે. સાથે જ શહેરમાં હવે પ્રમુખ નહીં મેયર અને ઉપપ્રમુખને બદલે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હોદ્દાઓ અસ્તિત્વમાં આવશે.

વડા અધિકારીની સત્તા વધશે

નગરપાલિકામાં અત્યાર સુધી પ્રમુખ અને ચીફ ઓફિસર પાલિકાનું સંચાલન કરતા હતા. જોકે ચીફ ઓફિસરની પાસે સત્તાઓની કેટલીક મર્યાદા હોય છે. નગરપાલિકામાં ખાસ કરીને ટેક્નીકલ સ્ટાફને લઈને મર્યાદા આવતી હોય છે. પરંતુ હવે મહાનગરપાલિકા બન્યા બાદ કમિશ્નર પદ હોવાને લઈ સત્તાઓ વધશે, શહેરની ભૌગાલિક પરિસ્થિતિ ધ્યાને રાખી જુદા જુદા ઝોન ઓફિસ બનાવી જેથી શહેરનું સંચાલન વધારે સારુ થઈ શકશે અને જેનો ફરક શહેરમાં ભવિષ્યમાં જોવા મળશે.

સરકાર દ્વારા જાહેરાત થયા બાદ હવે વર્ગ-1 ના અધિકારીને બદલે IAS અને GAS સ્તરના અધિકારીઓની નિમણૂંક થશે. એટલે કે મહાનગરપાલિકાઓમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક થશે. જેનાથી શહેરના વિકાસ માટેના કેટલાક પડકારોને પહોંચી વળવામાં સરળતા રહશે. સાથે જ વિકાસ અને સંચાલન વધારે સારુ બનશે. ઉચ્ચ અધિકારીઓ હોવાને લઈ તેઓ સરકારમાં પ્રોજેક્ટ મંજૂર કરાવવામાં સરળતા કરી શકે છે.

કોર્પોરેશન અમલમાં આવવાને લઈ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સારી મળી શકશેઆવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણ પાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. જેમકે ગટર, પાણી, રસ્તાની સુવિધાઓ વધારે સારી થશે. જોકે શહેરીજનોએ નગર પાલિકા ના પ્રમાણમાં વેરા વધુ ચુકવવા પડશે.

મનપાથી શું થાય છે ફાયદો?

• પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર

• મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ મહાનગર પાલિકામાં વધે

• ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતો

• કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોવાથી વહીવટ સારો થાય છે

• મનપા થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, વિકાસ, ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે

• રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે

• મનપાએ ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે

• 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે

• અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે

• કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્યના લાભ મળતા શરૂ થાય છે

• મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે

• જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ

• વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે

• કોઈ IAS ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે

• મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સરકારમાં રજૂઆત કરી પ્રોજેક્ટ મંજૂર કરાવે છે

ફાયદો:

• સમાવિષ્ટ વિસ્તારની કાયાપલટ, ઓવરબ્રિજ, અંડર બ્રિજ, કોમ્યુનીટી હોલ, રેલવે ટ્રેક પર ફલાયઓવરની ગ્રાન્ટ ફાળવાશે

• વોટર ટ્રીટમેન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જંગી બજેટ ફાળવાશે,

• નવી ડીપી અને ટીપી અમલી બનશે જેથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર ડેવલોપ થશે, બાયપાસ રીંગરોગથી ટ્રાફિકની સમસ્યા નિયંત્રિત થશે

• નાગરિકોને મહાનગર પાલિકા જેવુ સંશાધનિક ઇન્ફ્રાસ્ટ્રકચર, સુવિધાઓ ઉપલબ્ધ બનશે

• સમાવિષ્ટ વિસ્તારના શહેરી-ગ્રામ્ય વિસ્તારનો સામુહિક વિકાસ થશે, જેમાં રોડ, સ્ટ્રીટલાઇટ, પાણી, ગટર ી ..લિ…. .. ઉપલબ્ધ બનશે.

ગેરફાયદા

• શહેરી-ગ્રામ્ય વિસ્તારના વર્તમાન ટેક્ષસ્લેબમાં ધરખમ ફેરફાર થશે અને ટેક્ષ વધશે

• પાણીવેરો, સેનેટરીવેરો, ડોર ટુ ડોર કચરા કલેકશન, દિવાબત્તી, ઘરવેરો શૈક્ષણિક ઉપકર, સફાઇ વેરામા વધારો થશે.

• સમાવિષ્ટ ગામડાના વર્તમાન ટેક્ષ સ્લેબમાં વધારો થવાના કારણે ગ્રામીણ લોકોના ખિસ્સા ઉપર ટેક્ષનો વધુ ભાર પડશે.

• અનેક મિલ્કતધારકોની જમીન-મિલ્કતો ડેવલોપમેન્ટમાં કપાતમા જશે

• જમીન મિલકત ના ભાવ ઉંચા જતા ખરીદી મોંધી બનશે જેથી નાગરિકોનું જીવન ધોરણ મોંધુ અને ખર્ચાળ બનશે

ગુજરાત રાજયની 7 પાલિકાઓ તો મહાનગરપાલિકા બનશે, પણ શું તમે જાણો છો તેના ફાયદા અને નુકસાન

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *