
ગુજરાત કોંગ્રેસમાં બે સગાભાઈના રાજીનામા ઝટકો : ડીસા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને નવસારી શહેર પ્રમુખ જગમલભાઈ દેસાઈ એ રાજીનામા આપ્યા
- Local News
- June 17, 2023
- No Comment
ગુજરાત રાજ્ય કોંગ્રેસમાં બે નેતાઓ રાજીનામા આપવાથી રાજકારણમાં ગરમાટો વ્યાપી જવા પામ્યો છે.એક સમય ધંધા રોજગાર અર્થે નવસારી આવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ અને પોતાન વતનમાં જઈને ખેતી વ્યવસ્યા અને કામગીરી કરનાર બાદમાં રાજકારણમાં પ્રવેશ મેળવનાર કોંગ્રેસના ગઢ ગણાતા ડીસાના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ હમીરાભાઈ રબારી ધ્વારા કોંગ્રેસ પાર્ટીના તમામ પદ તથા પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. તો બીજીતરફ નવસારી માં રહેતા ગોવાભાઈ ના નાના ભાઈ અને નવસારીમાં કોંગ્રેસ વર્ષો કામગીરી કરનાર જગમલભાઈ દેસાઈ એ પણ રાજીનામું ધરી દીધું છે.
નવસારી જિલ્લામાં તેમજ શહેરમાં કોંગ્રેસ પક્ષ ઘણાં સમયથી તળીયે હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. નવસારી જિલ્લા સહિત શહેરમાં જુના તમામ કાર્યરતા હાલમાં નિષ્ક્રિયતા પગલે હાલમાં ભાજપને ટક્કર આપી શકે તેવું નવસારી શહેરમાં મજબૂત નેતૃત્વ હાલ આવનારી ચૂંટણીઓ ધ્યાને લઈ અને બાદમાં પણ નવસારી શહેરમાં પ્રાણ ફુંકી શકે તેવું ઝંખી રહ્યું છે. નાનાભાઈ કે જેઓ નવસારી શહેર પ્રમુખ જગમલભાઈ દેસાઈએ પોતાના મોટાભાઈ ગોવાભાઈ ના નિર્ણય આવકારી તેમજ સમર્થન આપીને તેમણે પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલને પોતાનું રાજીનામું આપ્યું હતું.
ગોવાભાઈ હમીરાભાઈ રબારી કોંગ્રેસ પક્ષમાંથી નિષ્ક્રિય રહીને ગત શનિવારના રોજ તમામ પદે રાજીનામું આપી દીધું હતું.ઘણાં સમયથી તેઓ ભાજપના પક્ષમાં જતા હોવાની ચર્ચા હતી. તેઓ કયા પક્ષમાં જશે તેનો ચર્ચાઓ દોર શરૂઆત થઈ છે.
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ જણાવ્યાનુસાર જગમલભાઈ દેસાઈ વ્યકિત ઘણાં સારા છે.પરંતુ છેલ્લા ઘણાં સમયથી નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી શોધ છેલ્લા ઘણાં સમય ચાલી રહી હતી. તેઓને કોંગ્રેસ પક્ષ નવસારી શહેર પ્રમુખ તરીકે જવાબદારીઓ આપ્યા બાદ ઈલેકશન વખતે શહેરમાં કામગીરી કરી ન શક્યા હતા.તેઓ ઘણાં સમયથી નિષ્ક્રિય હતા.તેઓ જવાથી અમારી પાર્ટીને કોઈ ફરક પડશે નહીં.