
નવસારીના ખેડૂતનો જુગાડ: ક્લાઈમેટ ચેન્જ તથા જીવાતો ધ્વારા કેરી તો હવે ખરાબ નહીં જ થાય, કેરીના રક્ષણ માટે ગજબ નો ઉપાય કરાયો
- Local News
- April 29, 2023
- No Comment
દક્ષિણ ગુજરાતનો નવસારી જીલ્લો એટલે બાગાયતી પાકો નો વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં કેરીની જુદી જુદી જાતો સહિત ચીકુ પાકો વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ ક્લાયમેટ ચેન્જ અને ફળમાખીના ઉપદ્રવ ને કારણે ખેડૂતોએ મોટી નુક્સાની વેઠવાનો વારો આવે છે. કેરી પકવતા ખેડૂતો માટે તો ક્લાઈમેટ ચેન્જ અને ફળ માખીને કારણે એની સીધી અસર કેરી પાક ઉપર પડે છે. તેથી કેરીના રક્ષણ અને સારા ઉત્પાદન માટે ખેડૂતોએ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી કેરીને રક્ષણ આપતું સુરક્ષા કવચ અપનાવ્યું છે જેનાથી ખેડૂતો પાક રક્ષણની સાથે સારી ગુણવત્તા વાળો પાક અને સારા ભાવો મેળવી શકશે

ચીખલી તાલુકાના સમરોલી ગામના ખેડૂત ચેતનભાઈ દેસાઈ એ પોતાની વાડીમાં અંદાજિત 1250 આંબાઓ ઉપર લાગેલી અલગ અલગ જાતની કેરીઓ પર નવસારી કૃષિ યુનિવર્સિટી થી પ્રેરણા અને માર્ગદર્શન લઇ તમામ કેરીઓ પર સુરક્ષા કવચ રૂપ બેગિગ સિસ્ટમ કરી ફળ માખી અને ક્લાઈમેટ ચેન્જથી કેરીના રક્ષણ આપવા સાથે પોતાની વાડીમાં સારી ગુણવત્તા વાળો એક્સપોર્ટ કોલેટી નો મબલખ માલનું ઉત્પાદન કર્યું છે. ચેતનભાઈ નાયક જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં કેરી,ચીકુના સહિત અન્ય બાગાયતી પાકો લેવામાં આવે છે.તેમાં પણ ખાસ કરીને કેરી અને ચીકુ દેશમાં અન્ય રાજ્યો સહિત વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે.
જેથી ચીકુમાં બેસતી ફળમાખી કેરીની સીઝન આવતા જ કેરી ઉપર બેસવાની શરૂઆત કરે છે અને કેરી પર તેના ઈંડા મૂકે છે જેનાથી જીવાત પડવાની શરૂઆત થાય છે જ્યારે કેરી પરિપક્વ થાય ત્યારે એ જીવાત ના કારણે ફળ માં સડો લાગી જાય છે અને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો છેલ્લા ઘણા સમયથી ક્લાઈમેટ ચેન્જથી કેરી ને વ્યાપક નુકસાન થતું હોય છે તે પણ અટકે છે જ્યારે એપ્રિલ મહિના બાદ ગરમીનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે કેરી પર વધુ પડતો તડકો જેને સન સ્ટ્રોક કહી શકાય છે.
જે ૩૫ ડિગ્રી ઉપર જતા કેરી ઉપર તડકો પડવાથી કાળા ડાઘા પડે છે. સાથે કેરીનું ખરણ પણ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી માવઠા અથવા ઝાકળ પડવાથી કેરીને વ્યાપક નુકસાન થતું હોય છે કારણ કે મધિયો નામની જીવાત અને કાળી ફૂગ આંબાના પાન પર પડેલી હોય છે.
જે વરસાદ અથવા તો ઝાકળ પડવાથી તે સીધું પાણી મારફતે કેરી પર પડે જેથી એ જીવાત ફળમાં પ્રવેશ કરી ફળને નુકસાન કરે છે જેથી કેરી ની ગુણવત્તા જળવાતી નથી અને ખેડૂતોને કેરીનો ભાવ માર્કેટમાં ઓછો મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે.
ચેતનભાઈ દેસાઈએ નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી પુના થી બે રૂપિયા 25 પૈસા કિંમતની વિશેષ પ્રકારની બેગ મંગાવી કેરીના પાક પર સુરક્ષા કવચ રૂપ બેગીંગ સિસ્ટમ કરી કેરીના સારી ગુણવત્તા વાળા પાકનું ઉત્પાદન કર્યું છે. આ પાકના બજારમાં સારા ભાવ પણ મેળવી રહ્યા છે આમ પેપર બેગ ખેડૂતોને ચમત્કારિક ફાયદાઓ આપી અભેદ સુરક્ષા આપી રહી છે.
ખેડૂત ચેતનભાઈ દેસાઈ જણાવ્યું હતું કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી આ બેગિંગ સિસ્ટમની પદ્ધતિ અપનાવી પાક રક્ષણની સાથે માલની આવકમાં મને 40% નો વધારો થયો છે સાથે એક્સપોર્ટ ક્વોલીટી નો મબલક માલ નું ઉત્પાદન થયું છે જેના મને સારા ભાવ મળી રહ્યા છે.
ડૉ બી.એમ ટંડેલ સંશોધન વૈજ્ઞાનિક જણાવ્યું હતું કે કેરીના ફળોને બેગીગ સિસ્ટમ કરવાથી કેરી ને ફળમાખી થી સંપૂર્ણપણે બચાવી શકાશે સાથે જ્યારે ગરમીનું ટેમ્પરેચર વધે છે. ત્યારે કેરી પર કાળા ડાઘા પડે છે જેના કારણે કેરીનું ખરણ થાય છે. જેથી આ પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતો બેગિંગ સિસ્ટમની મદદથી સારી ગુણવત્તા વાળો માલ પણ લઈ શકશે.