નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી
- Local News
- April 29, 2023
- No Comment
આજરોજ નવસારી ખાતેથી લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ માટે ગૃહરાજ્ય તથા વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી તથા આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં.

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા પેસેન્જરની સેવામાં આધુનિક બસોનું નિર્માણ કરાવ્યું છે જેમાં કુલ 900 નું લોકાર્પણ રાજ્યના અલગ અલગ વિભાગીય સેન્ટર પરથી કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે નવસારી બસ ડેપોથી હોમ મિનિસ્ટર હર સંઘવી અને સાંસદ સી આર પટેલ 125 બસને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત ન રહે તે માટે નવીન બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ નવીન બસોથી મુસાફરો/ વિદ્યાર્થીઓને પરિવહન સેવાનો લાભ મળશે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે. નવસારી ખાતે મુસાફરોને આરામદાયક સુવિધા માટે મીની બસો-૭૦, સ્લીપર-૨૦ તેમજ ૨×૨ સીટર ૩૫ બસોનો સમાવેશ કરાયો છે.

જેમાં તબક્કાવાર 150 ગાંધીનગર,70 પાલનપુર,150 જામનગર અને આજરોજ 4 તબક્કા માં 125 નવસારી ખાતે થી લોકાર્પિત થઈ છે.રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી બસ પોતાના ગંતવ્ય સ્થળ માટે ઉપડી હતી.

ગૃહ રાજ્યમંત્રીએ બસની મુસાફરી કરી
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંસદ સી આર પાટીલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાની લક્ઝરીયસ કાર છોડીને નવસારી થી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ બસમાં સવાર થયા હતા. લાંબા સમય બાદ તેઓ બસની મુસાફરી કરતા લોકોને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અપનાવવા હાકલ કરી હતી.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, ધારાસભ્યો નરેશભાઇ પટેલ, આર.સી.પટેલ, રાકેશભાઇ દેસાઇ તથા નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ જીગીશભાઇ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.