નવસારી શહેરના મધ્યમાં:સ્વ્યંમભૂ અને પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરમાં 800 કિલો બરફથી અમરનાથ શિવલિંગ બનાવાયું,દર્શન કરી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ: જુઓ વિડિઓ
- Local News
- August 3, 2025
- No Comment
દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્યામ મહારાજ પરિવાર દ્વારા 12 વર્ષ આ પંરપરા ચાલી રહી છે
https://youtu.be/i-n0gpO9rts?si=tQXyPJLHv6aQUrsm
નવસારી શહેરના હૃદયસ્થલે(મધ્યમાં) આવેલા પૌરાણિક સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસે ભક્તો માટે ખાસ આકર્ષણ રૂપે બાબા અમરનાથની પ્રતિકૃતિ સ્વરૂપે બરફનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. મંદિરમાં સ્થાપિત આ શિવલિંગ તૈયાર કરવા માટે આશરે 800 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મંદિરના મહારાજ પરિવાર દ્વારા સૌમ્યતા અને શ્રદ્ધાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે.

આ ભવ્ય અને મનોહર શિવલિંગની રચનાની પરંપરા છેલ્લા 12 વર્ષોથી અનવરતપણે જાળવવામાં આવી રહી છે. મહાદેવના દર્શન માટે સવારે 8:00 વાગ્યાથી રાત્રે સુધી ભક્તોનો સતત પ્રવાહ જોવા મળે છે.

મંદિરના પૂજારી ધર્મેશભાઈના જણાવ્યા અનુસાર, દેવેશ્વર મહાદેવનું મંદિર અત્યંત પૌરાણિક અને શ્રદ્ધાસ્થળ છે. શ્રાવણ માસ દરમ્યાન અહીં દરરોજ સવાર અને સાંજ મહાદેવની વિશિષ્ટ આરતી અને શણગાર કરવામાં આવે છે. મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજને 12 વર્ષ પહેલા વિચાર આવ્યો કે જે ભક્તો કોઈ કારણસર જમ્મુ-કાશ્મીર ખાતે અમરનાથ યાત્રા કરી શકતા નથી, તેમને માટે નવસારીમાં અહિં મંદિર પરીસરમાં દર્શન અને વાતાવરણ ઉપલબ્ધ થાય અને એથી આ પવિત્ર પરંપરાનો આરંભ થયો હતો. આ વર્ષે પણ બાબા બરફાની બરફની કૃતિ તૈયાર કરવામાં આવી છે
આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથનું બરફનું શિવલિંગ વહેલું ઓગળી જતા, અનેક ભક્તો નિરાશ થયા હતા. ત્યારે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયેલું આ શિવલિંગ ભાવિકો માટે આશાનો કિરણ બની રહ્યું છે.
દર્શનાર્થે આવેલા યુવાન પરેશ બલદાણીયાએ જણાવ્યું કે, “દર વર્ષની જેમ આ વર્ષે પણ બરફથી બનેલું શિવલિંગ જોઈને ખૂબ જ આનંદ થયો.અહીં આવીને દર્શન કર્યા પછી એવું લાગે છે કે જાણે અમે અમરનાથ યાત્રા પર જ ગયાં છીએ.મને દરેક શ્રાવણ માસે શિવ મંદિર જવાનું ખૂબ ગમે છે.

