નવસારીના બે પોલીસ અધિકારીઓનું સન્માન:ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ તથા પીએસઆઈ યોગેશદાન ગઢવીનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા
- Local News
- August 2, 2025
- No Comment
નવસારી જિલ્લાને ગૌરવ અપાવતા જિલ્લાનાં બે પોલીસ અધિકારીઓને તેમના શૌર્ય, બહાદુરી અને ફરજપ્રત્યેની નિષ્ઠા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.ગાંધીનગર ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
https://youtube.com/shorts/r0OlgNpcm-M?si=ZW833NTBbzvlOo_j
આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા પોલીસ મહાનિદેશક (ડીજીપી) વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લાના ચીખલી ડિવિઝનમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડિવાયએસપી) તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ગોહિલ તથા નવસારી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) યોગેશદાન ગઢવીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો છે.

બંને અધિકારીઓએ પોતાની કાર્યક્ષમતા અને ફરજ પ્રત્યે અડગ કર્તવ્યનિષ્ઠાથી અનેક ગંભીર તથા સંવેદનશીલ ગુનાઓ ઉકેલીને પોલીસ તંત્રની છબી મજબૂત બનાવી છે. ડિવાયએસપી ભગીરથસિંહ ગોહિલના નામની પસંદગી વર્ષ 2024માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે પીએસઆઈ યોગેશદાન ગઢવીના નામની જાહેરાત 2022માં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે થઈ હતી.
આ પ્રતિષ્ઠિત સન્માન તેમની ફરજ દરમિયાન અસાધારણ કામગીરીનું પ્રમાણ છે અને અન્ય પોલીસકર્મીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.