નવસારી પ્રવાસે આવેલા સી.આર. પાટીલની ટકોર : ગણેશજીની “મૂર્તિ નાની હોય તો પણ શ્રધ્ધા અને ભાવથી પૂજા થાય,મહત્વ આસ્થાનું છે”
- Local News
- August 2, 2025
- No Comment
નવસારીની મુલાકાતે આવેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ ગણેશ ચતુર્થીને લઈ મંચ પરથી મહત્વપૂર્ણ સંદેશો આપતા ટકોર કરી હતી.
https://youtu.be/iuEqBqM9V5U?si=5hJBbnqpY_Vaes2a
તેઓએ જણાવ્યું કે, “ગણપતિની પ્રતિમા નાની હોય તો પણ પૂજા થાય છે. આસ્થા મુખ્ય છે, પ્રતિમાની ઊંચાઈ નહીં.” દરેક વર્ષે મૂર્તિ સ્થાપન સમયે ઉદભવતા વિવાદોને ધ્યાનમાં રાખી તેમણે અધિકારીઓને અગાઉથી આયોજન અને વ્યવસ્થાની કડક સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું કે, “વિસર્જનના તરત જ બીજા દિવસે મૂર્તિકારોને સૂચના આપવામાં આવે તો, મૂર્તિની ઊંચાઈ અને કદ પર નિયંત્રણ લાવી શકાય છે.”

બીજી તરફ, નવસારી માટે વંદે ભારત ટ્રેનના નવા સ્ટોપેજના પ્રસ્તાવને મંજૂરી મળતા લોકોમાં આનંદનો માહોલ છે. વર્ષોથી ચાલી રહેલી માંગને આખરે મંજુર મળતા, નવસારી ખાતે લોકો અને કાર્યકર્તાઓએ સી.આર. પાટીલનું હાર્દિક સન્માન કર્યું હતું.
પ્રેસ સાથે વાતચીત દરમિયાન પાટીલએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સ્ટોપેજ મળવું નવસારી માટે મહત્વપૂર્ણ છે. ટ્રેન સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ કામ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં વધુ ઉકેલો મળશે.”