નવસારીના વેડછા ગામના ખેડૂતની વાડીમાં રૂદ્રાક્ષ, સુખડ, ગુગળ, સિંદૂર, કૈલાસપતિ જેવા વૃક્ષો પણ છે!:વેડછાના ખેડૂત જીતુભાઈની મુલાકાત અનોખી છે 

નવસારીના વેડછા ગામના ખેડૂતની વાડીમાં રૂદ્રાક્ષ, સુખડ, ગુગળ, સિંદૂર, કૈલાસપતિ જેવા વૃક્ષો પણ છે!:વેડછાના ખેડૂત જીતુભાઈની મુલાકાત અનોખી છે 

જગતનો તાત સામાન્ય પોતાના વિસ્તારમાં સ્થાનિક પાકો લેતા હોય છે. દક્ષિણ ગુજરાત તેમાં પણ ખાસ કરીને નવસારી જિલ્લો એટલે બાગાયત પાકોનો વિસ્તાર તેમાં પણ સામાન્ય રીતે  જલાલપોર તાલુકામાં ખેડૂતો ધ્વારા પોતાની જમીનમાં ઉનાળું ભાત,શેરડી, શાકભાજી કે વાડીમાં આંબા,ચીકુ કરતા હોય છે.

ચીકુ,શેરડી,ભાત તો બધા જ અને કૃષિ વિજ્ઞાને દેશ અને દુનિયાને હંમેશા કંઈક નોખું- અનોખું આપ્યું છે. આપણા દેશમાં એલોપથી, આયુર્વેદ કે હોમિયોપેથી ઉપચાર કરાવતા હોય છે.તેની સાથે સાથે ઘણાં એવા પણ લોકો છે. જેઓ ઔષધિઅય વનસ્પતિ અને વૃક્ષોથી જ ઉપચાર કરવામાં આવે માને છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેડછા ગામના જીતેન્દ્ર રમણભાઈ દેસાઈ પોતાની વાડીઓમાં જુદી જુદી જાતની આંબાની કલમો જેવીકે કેસર,હાફુસ,દશેરી,બેંગલોરી દાડમીયો જેવી અનેક જાતની ની કેરીઓ પણ તેમની વાડીઓમાં છે. તેમજ તેમની વાડીમાં સોપારી ઝાડ પણ છે.  ચીકુ- શેરડી, ભાત તો બધા જ ખેડૂતો કરે પણ આરોગ્યપ્રદ વનસ્પતિ વૃક્ષો ઉગાડી સારી એવી આવક સાથે લોક ઉપયોગી કાર્યો પણ કરી રહ્યા છે.

 

સમગ્ર દેશ અને દુનિયામાં આદિકાળથી શિવજીના રુદ્રાક્ષનો મહિમા છે અને દ.ગુજરાતનાં નવસારીના વેડછા ગામે જીતુભાઈ દેસાઈની વાડીમાં ર રૂદ્રાક્ષના વૃક્ષો છે જેના ઉપર અનેક રૂદ્રાક્ષના ફળો આવે છે. આ ફળોમાંથી એકમુખી લઈ છ મુખી રૂદ્રાક્ષના નીકળે છે.એમની વાડી જોવી લ્હાવો સમાન છે.

રુદ્રાક્ષ વુક્ષ તથા તેના ફળો

આ વાડીમાં સીસમના વૃક્ષો,સિંધુરના ર વૃક્ષો, ગુગળનું વૃક્ષ,એપલ બોર,સફેદ તથા લીલા રંગ જાબુ,સંતરા તથા મોસબીનું ઝાડ પણ ઉગાડ્યા છે. ઓલ સ્પાઈસીસ છોડ તેમજ અન્ય વુક્ષો તેમજ આયુર્વેદિક છોડ તથા વુક્ષો વાવેતર પણ કર્યા છે.

ઓલ સ્પાઈસીસ નો છોડ

 

એમની વાડી ની વાત કરીએ તો આ જમીન રાજા રજવાડાંઓ સમય સચીન નવાબ સ્ટેટ આ જમીન વખતે આવતી હતી. અંદાજે 250 વર્ષ અગાઉ જેતે સમયે એક ગંગામાતા- જળદેવી મંદિર હતું. ત્યારે પણ આ મંદિર કોઈપણ નુકસાન ન પહોંચાડયુ હતું અને આઝાદી બાદ આ સરદાર પટેલ રજવાડાંઓ એક કર્યા ત્યારે પણ આ મંદિર હતું.

જળદેવી/ગંગામાતા પૌરાણિક મંદિર

જીતુભાઈના વડવાઓ આ જમીન ખરીદી હતી. તેમના પિતા આ મંદિર રખરખાવ તેમજ પુજન અર્ચન કરતા હાલમાં અતિ પૌરાણિક ગંગામાતા- જળદેવી મંદિર પણ આવેલા હાલમાં પણ જીતુભાઈ જીર્ણોદ્ધાર તેમજ નિયમિત પણે દરરોજ પૂજન તથા અર્ચન કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત આગેવાન એવા જીતુભાઈ રમણભાઈ દેસાઈ ઔષધિય વનસ્પતિઓનો ઉપચાર અને વૈદુ પણ જાણે છે. વંધ્યત્વનિવારણ (શિશુ જન્મ) સમસ્યા, માસિક સ્ત્રાવની સમસ્યા, અશકિત, કેન્સર માટેની ઔષધિય, અસ્થિભંગ અને હાંડકાના પ્રશ્નો, જલોદર (જલંધર), પ્રસુતાના પ્રશ્નો વિગેરે માટે પણ દેશી ઉપચારમાં એમને કુદરતી સુઝબુઝ અને વિશાળ અનુભવ છે. શરીરથી થાકેલા અને મનથી થાકેલા માટે ભાંગ્યાના ભેરૂ જેવું વેડછાના આ જીતુભાઈ દેસાઈ સેવાયજ્ઞ કરી રહ્યા છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *