મધ્યપ્રદેશથી નવસારીમાં દેશી તમંચો લાવી વેચાણ કરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

મધ્યપ્રદેશથી નવસારીમાં દેશી તમંચો લાવી વેચાણ કરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

મધ્યપ્રદેશથી નવસારી  દેશી તમંચા વેચાણ લાવતા અંગે ગત 11 મી મે એ ત્રણ આરોપીઓને તમંચા સાથે નવસારી SOG પોલીસે ઝડપ્યા હતા. જેમાં ત્રણ પૈકી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી પોલીસ દ્વારા ઝડપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેમાં આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીની એસઓજી પોલીસ દ્વારા ગત સપ્તાહ દરમિયાન દેશી તમંચાના વેચાણ કરવાના આરોપસર ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓના રિમાન્ડ માંગ્યા બાદ રિમાન્ડ દરમિયાન આરોપીઓ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી.

આ ગુનામાં વોન્ટેડ આરોપી શાહરૂખ શેખને એસઓજી પોલીસ દ્વારા ઘેલખડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી શાહરૂખ શેખના પોલીસને જણાવ્યાનુસાર તેણે દેશી તમંચો મધ્યપ્રદેશથી લાવી નવસારીના વાઘા ભરવાડ નામના માથાભારે ઈસમને આપ્યો હોવાનું બહાર આવ્યું છે. નવસારી એસ.ઓ.જી પોલીસ દ્વારા આ આરોપીને નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પ્રકરણની વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.

નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, જેમાં આરોપીને હથિયાર બાબતે પૂછતા આ હથિયાર નવસારીમાં રહેતા વાઘા ભરવાડ નામના ઈસમને આપ્યું હતું. જે બાબતની આગળની તપાસ નવસારી ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીની અટક કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *